________________
( ૧૯૨ )
સુભાષિત-પદ્મ-રત્નાકર.
આઠ વર્ષથી અધિક વયવાળા અને એંશી વર્ષની વય પૂરી ન હેાય એવા, મારા રાજ્યમાં રહેનાર કાઈપણ મનુષ્ય, વિષ્ણુને દિવસે એટલે અગ્યારશને દિવસે ભાજન કરે, તેા તે પાપી છે, તે મારે વધ કરવા લાયક છે, દંડ કરવા લાયક છે અને દેશનીકાલ કરવા લાયક છે. ( એટલા માટે અગ્યારસના ઉપવાસ કરવા. ) ૧૪.
ઉપવાસનું ફળઃ—
कर्मेन्धनं यदज्ञानात्, संचितं जन्मकानने । उपवासशिखी सर्व, तद्भस्मीकुरुते क्षणात् ॥ १५ ॥
सुभाषितरत्नसंदोह, लो० ८११.
૨
સંસારરૂપી જંગલમાં (જીવે પોતાના ) અજ્ઞાનના કારણે જે જે કર્મરૂપી લાકડું ભેગુ ક્યું છે, તે તમામ ને ઉપવાસરૂપી અગ્નિ, એક ક્ષણમાત્રમાં, ખાળીને ભસ્મ કરી નાખે છે. (ક રૂપ ઈંધણને ખાળીને સાફ્ કરવામાં ઉપવાસ અગ્નિ સમાન છે. ) ૧૫.