________________
પર્વતિથિ.
( ૧૫ )
કઈ તિથિએ શું ન કરવું –
दन्तकाष्ठममावास्यां, चतुर्दश्यां च मैथुनम् । हन्ति सप्त कुलान् कृत्वा, तैलाभ्यङ्गं तथा व्रती ॥६॥
वृद्धशातातपस्मृति, श्लो० ५६. કોઈ પણ માણસ જે અમાવાસ્યાને દિવસે દંતધાવન કરે, અને ચતુર્દશીની તિથિએ મૈથુનને સેવે, તથા વતી (બ્રહ્મચારી, સંન્યાસી તથા ઉપવાસાદિક વ્રતવાળે કઈ પણ) તેલનું મર્દન કરે એટલે શરીરે તેલ ચાળીને સ્નાન કરે, તો તે સર્વ પિતાની સાત પેઢીને હણે છે અર્થાત તેમને કુગતિમાં નાંખે છે (તાત્પર્ય એ છે કે આ તિથિએ આ કાર્યને નિષેધ છે.) ૬.
तैलस्त्रीमांससंभोगी, पर्वस्वेतेषु वै पुमान् । विण्मूत्रभोजनं नाम, प्रयाति नरकं मृतः ॥ ७॥
મહામાત્ર, વિદ, ૪૦ ૩૦, . ૧૩. આ પર્વતિથિને વિષે જે પુરૂષ તેલ, સ્ત્રી અને માંસને ભેગવનાર થાય છે, તે મરીને વિમૂત્રજન નામના નરકમાં જાય છે. ૭.
चतुर्दश्यां तथाऽष्टम्यां, पञ्चदश्यां तथैव च । तैलाभ्यङ्गं तथा भोगं, योषितश्च विवर्जयेत् ॥८॥
ધપુરા, ૦ ૬, ર૦ ૭૨.