________________
સુભાષિત-પદ્ય-રત્નાકર.
રાત્રિભૂજન કરવાથી ભેજનમાં આવેલ વાળ જે ગળામાં લાગ્યો હોય–વળગી રહ્યો હોય તો કંઠના સ્વરને ભંગ થાય છે. (એટલે કે ગળું બેસી જાય છે) આ વિગેરે ઘણા દે રાત્રિભૂજન કરવાથી સર્વને થાય છે એમ પ્રત્યક્ષ જોયું છે. ૧૩
રાત્રિભોજનનું ફળ --
स्वपरसमये गाँ, आद्यं वनस्य गोपुरम् । सर्वज्ञैरपि यत्यक्तं, पापात्म्यं रात्रिभोजनम् ॥ १४ ॥
उपदेशप्रासाद भा० अष्टमस्तंभ व्या० ११७
પિતાના અને બીજાના શાસ્ત્રોમાં નિંદાયેલું, નરકના પ્રથમ દ્વાર સમાન અને જેનો સર્વજ્ઞોએ પણ ત્યાગ કર્યો છે એ રાત્રિભેજન પાપરૂપ છે. (અર્થાત્ રાત્રિભૂજન કરવાથી નરક ગતિમાં જન્મ લેવો પડે છે) ૧૪.
उलूककाकमार्जार--गृध्रशम्बरशूकराः। अहिवृश्चिकगोधाश्च, जायन्ते रात्रिभोजनात् ॥ १५ ॥
__ • महाभारत, ज्ञानपर्व, अ. ७० श्लो० २०३ રાત્રિભોજન કરવાથી (પ્રાણી) ઘુવડ, કાગડા, બિલાડા, ગીધ, સાબર, ભૂંડ, સર્પ, વીછી અને ઘ પણે ઉત્પન્ન થાય છે. (અર્થાત્ રાત્રિભોજન કરનારા મનુષ્યને એવી નીચ નિમાં જન્મ લેવું પડે છે.) ૧૫.