________________
૧૭૬
સુભાષિત-પદ્ય-રત્નાકર.
એક તરફ રાગરૂપી મહાસાગર હોય અને બીજી તરફ દ્વેષરૂપી દાવાનલ હેય, તે બન્નેની મધ્યમાં રહેલે જે માર્ગ તે સામ્ય કહેવાય છે. ( એટલે કે રાગ અને દ્વેષમાંથી એક પણ જેને ન પશે તેને જ સમતા કહે છે. ) ૮. સામાયિક વ્રતના અતિચાર –
कायवाङ्मनसां दुष्ट-प्रणिधानमनादरः। स्मृत्यनुपस्थापनं च, स्मृताः सामायिकवते ॥९॥
યોગરાજ, g૦ ૨૦૧, રોડ ૨૨૬. (૬૦ ૦) કાયા, વાણી અને મનનું દુપ્રણિધાન-નિયમમાં ન રાખવું એટલે સાવદ્ય વ્યાપારમાં પ્રવર્તવું તે, તથા સામાયિક કરવા ઉપર અનાદર અને સામાયિક કર્યું કે નથી કર્યું ઈત્યાદિક
સ્કૃતિને અભાવ, આ પાંચ સામાયિક વ્રતના અતિચાર છે. ૯. સામાયિકની વિશેષતા –
कर्म जीवं च संश्लिष्टं, परिज्ञातात्मनिश्चयः। विभिन्नीकुरुते साधुः, सामायिकशलाकया ॥१०॥
થોડાણ, . ૧, સ્કોધ૨. (૬. સ.) જેણે આત્માને નિશ્ચય જાયે છે એવા સાધુ ( ક્ષીર નીરની જેમ) મળેલાં કર્મને અને જીવને સામયિકરૂપી શલાકાસળી–એ કરીને જુદા પાડે છે. (આત્મા અને કર્મને જુદાં કરવાં એ સામાયિકની વિશેષતા સમજવી. ) ૧૦.