________________
( ૧૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
(ઉપર કહ્યું તે પ્રમાણે દેશાવકાશિક વ્રતમાં દિવસ અને રાતની જવા આવવાની હદની મર્યાદા બાંધ્યા પછી માણસ પિતાની નિયમિત ભૂમિમાં રહેવા છતાં) નેકર વિગેરેને (પિતાના કામ માટે પોતાની મર્યાદિત ભૂમિમાંથી) બહાર મોકલે, બહારની ભૂમિમાંથી (બીજા પાસે) કંઈ મગાવે, કંઈ પણ કાંકરે કે એવી કઈ ચીજ નાખીને બીજાનું ધ્યાન પિતા તરફ ખેંચે, ખુંખારો ખાઈને કે એ કોઈ શબ્દપ્રયોગ કરીને બીજાને પોતાના તરફ આકર્ષે અથવા તો પિતાનું રૂપ બતાવીને બીજાને પોતાની પાસે બોલાવે; આ પાંચમાંથી ગમે તે કરવાથી, દેશાવકાશિકવ્રતમાં ભંગ થતો હોવાથી, એ પાંચે એ વ્રતના અતિચાર કહ્યાા છે. ૨