________________
૧૫૬
સુભાષિત-પદ્ય-રનાકર
જેમાં (અસંખ્ય) સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે, (અને તે જીવોની હિંસાના કારણે ) જેમાં અપવિત્રતા આવે છે એવા પ્રકારનું રાત્રિભોજન દયાળુ એવા સજ્જને નથી કરતા. ૩.
त्वया सर्वमिदं व्याप्तं, ध्येयोऽसि जगतां रवे ।। त्वयि चास्तमिते देव!, आपो रुधिर मुच्यते (न्ते) ॥४॥
स्कन्दपुराणान्तर्गतरुद्रप्रणीतकपालमोचनस्तोत्र श्लो० २४ હે સૂર્ય આ સર્વ જગત્ તારાથી વ્યાપ્ત છે, તું ત્રણ ભુવનના પ્રાણીઓને ધ્યાન કરવા લાયક છે. (માટે) હે દેવી તું અસ્ત પામે છે ત્યારે જળ પણ રૂધિર સમાન કહેવાય છે (અને તેથી રાત્રે તે પીવા લાયક નથી તો ભજનનું શું કહેવું?) ૪.
अस्तंगते दिवानाथे, आपो रुधिरमुच्यते । अनं मांससमं प्रोक्तं, मार्कण्डेन महर्षिणा ॥५॥
___ मार्कडपुराण अ० ३४, श्लो० ५३ સૂય અસ્ત થયા પછી પાણી રૂધિર સમાન કહેવાય છે અને અન્ન માંસ સમાન ગણાય છે એમ માર્કડ નામના મહર્ષિએ કહ્યું છે. ૫.
देवैस्तु भुक्तं पूर्वाह्न, मध्याहे ऋषिभिस्तथा । अपराहे च पितृभिः, सायाह्ने दैत्यदानवैः ॥६॥
यजुर्वेदआह्निक, श्लो० २४