________________
( ૧૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર. (માંસ ખાવા કરતાં) ભયંકર દેષ વાળું ઝેર ખાવું એ વધારે સારું છે કે જેથી માત્ર એક વખત જ પ્રાણ જાય છે (પણ) મનથી પણ જે માંસ ભક્ષણ કરવામાં આવે (એટલે કે માંસ ખાવાને માત્ર વિચાર જ કરવામાં આવે, તો તે માણસોને અનેક વાર (દુર્ગતિમાં લઈ જઈને) મહા દુઃખ આપે છે. ૩૩. चिरायुरारोग्यसुरूपकान्ति-प्रीतिप्रतापप्रियवादिताद्याः । गुणा विनिंद्यस्य सतां नरस्य, मांसाशिनः सन्ति परत्र नेमे ॥३४॥
सुभाषितरत्नसंदोह श्लो० ५४०.
સજન પુરૂમાં નિંદવા લાયક એ જે માણસ માંસ ખાય છે તેને લાંબુ આયુષ્ય, આરોગ્ય, સુંદરરૂપ, તેજ, પ્રેમ પ્રતાપ, અને મધુરભાષીપણું વિગેરે ગુણે પરભવમાં મળતા નથી. ૩૪.
માંસને ત્યાગ કરવાનું કારણ – अश्नाति यो मांसमसौ विधत्ते, वधानुमोदं त्रसदेहभाजाम् । गृह्णाति रेफांसि ततस्तपस्वी, तेभ्यो दुरन्तं भवमेति जन्तुः॥३५॥
सुभापितरत्नसंदोह श्लो० ५२८
જે તપસ્વી માંસ ખાય છે તે બેઢિયાદિક જેની હિંસાનું અનુમોદન કરે છે. એ (હિંસા)થી પાપ બાંધે છે અને આથી દુર્ગતિમય સંસારમાં જાય છે. (એટલે કે ત્રસ જીવોની હિંસાનું કારણ હોવાથી, માંસનો ત્યાગ કરવો જોઈએ.) ૩પ.