________________
માંસ.
૧૫
मांसाशंनाजीववधानुमोद-स्ततो भवेत्पापमनंतमुग्रम् । ततो बजेदुर्गतिमुग्रदोषां, मत्वेति मासं परिवर्जनीयम् ॥३६॥
सुभाषितरत्नसंदोह श्लो० ५२३ માંસ ખાવાથી જીવહિંસાનું અનુમોદન થાય છે; એનાથી અનંત ભયંકર પાપ બંધાય છે અને એ પાપથી ભયંકર અત્યંત દોષવાળી દુર્ગતિ મળે છે. એમ સમજીને માંસને ત્યાગ કરવો જોઈએ. (એટલે કે પરંપરાએ દુર્ગતિનું કારણ હેવાથી માંસને ત્યાગ કરવો.) ૩૬ માંસાહારથી નુકસાન અને તેને ત્યાગ – करोति मांसं बलमिन्द्रियाणां, ततोऽभिवृद्धि मदनस्य तस्मात् । करोत्ययुक्तिं प्रविचिन्त्य बुद्ध्या,त्यजन्ति मांसं त्रिविधेन सन्तः३७
सुभाषितरत्नसंदोह श्लो० ५३५ માંસ ઇંદ્રિયોને સબળ કરે છે. (એ સબળ ઇદ્રિ)થી કામની વૃદ્ધિ થાય છે અને એથી (માણસ) અનુચિત કાર્ય (પણ) કરે છે. આ પ્રમાણે બુદ્ધિપૂર્વક વિચાર કરીને સજન પુરૂષે માંસને મન, વચન, કાયાએ કરી ત્યાગ કરે છે. ૩૭.
નોટઃ–આ (માંસ) વિષયના વધુ એક વિસ્તાર પૂર્વક, આજ
પુસ્તકનાં ૩૭ અને તે પછીનાં પૃષ્ઠોમાં આપવામાં આવેલ છે, એટલે ત્યાંથી જોવા.