________________
મધ.
૧૪૯
शमो दमो दया धर्मः, संयमः शौचमार्जवम् । पुंसस्तस्य न विद्यन्ते, यो लेढि मधु लालसः ॥४८॥
सुभाषितरत्नसंदोह ५५६ જે (ખાવામાં) લોલુપ માણસ મધ ખાય છે તે માણસમાં શમ (શાંતિ) દમ (ઈદ્રિયોનું નિયમન), દયા, ધર્મ, ચારિત્ર, શુદ્ધતા અને સરળતા રહેતાં નથી. (કારણકે મધ ખાવાના ફુર પરિણામથી આ બધા શુભ પરિણામોનો નાશ થઈ જાય છે). ૪૮.
મધ ખાવાનું કડવું ફળઃ––
मधुनोऽपि हि माधुर्य-मबोधैरहहोच्यते । आसाद्यन्ते यदास्वादा-चिरं नरकवेदनाः
योगशा. तृ. प्र. श्लो० ४० અહા! ખેદની વાત છે કે અજ્ઞાની જનો મધની મધુરતા વર્ણવે છે, કે જેના ભક્ષણથી ચિરકાળ સુધી નરકની વેદનાઓ (દુઃખ) પ્રાપ્ત થાય છે. ૪૯. दुःखानि यानि संसारे, विद्यन्तेऽनेकभेदतः । सर्वाणि तानि लभ्यन्ते, जीवेन मधुभक्षणात् ॥५०॥
सुभाषितरत्नसंदोह श्लो० ५५५
(આ) સંસારમાં અનેક પ્રકારના જે કાંઈ દુઃખ છે તે બધાય, જીવને મધ ખાવાથી, આવી પડે છે. ૫૦.