________________
( ૧૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
દારૂના મદમાં મત્ત બનેલે માણસ પ્રાણીઓને મારી નાખે છે, અસત્ય અને જુઠું વાક્ય બોલે છે, અને પારકાની સ્ત્રીઓ અને ધનની પણ ઈચ્છા કરે છે. અરે ! એવી કઈ (ખરાબ) વસ્તુ છે કે જે એ નથી કરતો ? ૨૨.
पापाः कादम्बरीपान-विवशीकृतचेतसः। जननी हा प्रियीयन्ति, जननीयन्ति च प्रियाम् ॥ २३ ॥
ચોપરા. p. ૧૮ . 3 (અ. .) અહે! મદિરા પીવાથી જેમનું મન પરાધીન થયું છે એવા પાપી જન પિોતાની માતાને પ્રિયા જેવી માને છે અને પ્રિયાને માતા જેવી માને છે. ૨૩.
मद्यपस्य शवस्येव, लुठितस्य चतुष्पथे। मूत्रयन्ति मुखे श्वानो, व्यात्ते विवरशङ्कया॥ २४ ॥
ચોપરા. p. ૧૮ ઋો. ૧૨ ઇ. સ. ચોટામાં શબની જેમ આળોટતા દારૂડીયાના પહોળા થયેલા મુખમાં, બિલની શંકાએ કરીને, કુતરાઓ મુતરે છે. ૨૪.
દારૂ પીવાનું પાપ:
संततिर्नास्ति वंध्यायाः, कृपणस्य यशो न हि । कातरस्य जयो नैव, मद्यपस्य न सद्गतिः ॥ २५ ॥
हिंगुलप्रकरण मदिरापानप्रक्रम श्लोक ३