________________
(૧૩૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
જેને પીલવાથી તેલ નીકળે નહીં, અને પીલતાં બે દળ (દાળ) જુદા પડે, તે દ્વિદલ કહેવાય છે. પરંતુ બે દળ થવા છતાં પણ તેલ યુક્ત હોય તો તે દ્વિદલ કહેવાય નહિ. (જેમ એરંડી રાઈ વિગેરે ને પીલવાથી બે દળ થાય છે, પરંતુ તેમાંથી તેલ નીકળતું હોવાથી એવી વસ્તુ દિલ કહેવાય નહિં.)૨૪. (ગોરસ યુક્ત) દ્વિદલ ભક્ષણનું પાપ:--
आमगोरससंपृक्त-द्विदलादिपु जन्तवः । दृष्टाः केवलिभिः सूक्ष्मा-स्तस्मात्तानि विवर्जयेत् ॥२५॥
જોઇ. ચા. પૃ. ૨૨ ૦ ૭ ક. સ. કાચા ગોરસમાં-દહીં છાશ વિગેરેમાં નાંખેલા દ્વિદલને વિષે અત્યંત સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થતા કેવલીઓએ જોયા છે, તેથી તેવા દ્વિદળ વર્જવા જોઈએ. ૨૫. (ગોર સયુક્ત) દ્વિદલ ભક્ષણનું પાપ
गोरसं माषमध्ये तु, मुद्गादिस्तु तथैव च । भक्ष्यमाणं भवेन्मूनं, मांसतुल्यं युधिष्ठिर ! ॥ २६ ॥
पद्मपुराण, अ० ११. श्लो० ४४. અડદની અથવા મગ વિગેરે(કઠોળ)ની સાથે ગેરસ (કાચું-દૂધ-દહિં-છાશ) ભેળવીને ખાવામાં આવે તે તે (ખરેખર) હે યુધિષ્ઠિર માંસ તુલ્ય સમજવું. (અર્થાત માંસ ભક્ષણ કરવાથી જે દોષ લાગે તે દેષ ગેરસ મિશ્રિત કઠળ ખાવાથી લાગે છે.) ર૬.