________________
પરિગ્રહ.
( ૧૧૩ ) રહિત એવા મનુષ્યના હાડકાને અસાધારણ રસની પ્રીતિથી ખાય છે-કરડે છે, તે વખતે પોતાની પાસે કદાચ ઇંદ્ર ઉભે હોય તો તેને પણ “આ મારું ભેજન લઈ જશે” એવી શંકાથી જુએ છે. હલક-અજ્ઞાની માણસ પરિગ્રહની તુચ્છતા-નિઃસારતા માનતો જ નથી. ૮. ધર્મના નિમિત્તથી રાખેલ પરિગ્રહ – परिग्रहात्स्वीकृतधर्मसाधना
भिधानमात्रात्किम मूढ ! तुष्यसि । · न वेत्सि हेम्नाप्यतिभारिता तरी,
निमजयत्यंगिनमंबुधौ द्रुतम् ॥ ९ ॥
अध्यात्मकल्पद्रुम, त्रयोदशमोऽधिकार, श्लो० २५. હે મૂઢ! ધર્મના સાધનને ઉપકરણદિનું નામ માત્ર આપીને સ્વીકારેલા પરિગ્રહથી તું કેમ હર્ષ પામે છે ? શું જાણતે નથી કે વહાણમાં જે સેનાને પણ અતિભાર ભર્યો હોય તો તે પણ બેસનાર પ્રાણીને તુરત જ સમુદ્રમાં બુડાડે છે? ૯.
धर्मार्थ यस्य वित्तेहा तस्यानीहा गरीयसी। प्रक्षालनाद्धि पंकस्य दादस्पर्शनं वरम् ॥ १० ॥
પારાશાસ્મૃતિ વા. ૨૩૩. જે(માણસ)ને ધર્મ કરવા માટે જ ધન(મેળવવા)ની ઈચ્છા હોય તેણે તે (ધનની) અનિચ્છા (રાખવી)જ ઉત્તમ