________________
પરિગ્રહ.
मूर्च्छाछनधियां सर्व जगदेव परिग्रहः । मूर्च्छया रहितानां तु जगदेवापरिग्रहः || २३ || જ્ઞાનસાર, મિાદ રોજ ૮.
( ૧૧૯ )
મૂર્ચ્છા( પરિગ્રહની ભાવના)થી જેની બુદ્ધિ ઢંકાઈ ગઈ છે તે માણસ માટે આખું જગત્ પરિગ્રહ રૂપ છે અને જે માણસા મૂર્છા વગરના છે તેમને આખુ જગત્ અપરિગ્રહ રૂપ છે. ૨૩. સાચા અપરિગ્રહઃ—
चित्तेऽन्तर्ग्रथगहने बहिर्निग्रंथता वृथा ।
त्यागात् कंचुकमात्रस्य भुजगो नहि निर्विषः ॥ २४ ॥ જ્ઞાનસાર, મિજિ ોજ જી.
ચિત્ત જો આંતરિક પરિગ્રહમાં મગ્ન થયેલુ હાય તા માહ્ય પરિગ્રહને ત્યાગ નકામા છે; કારણ કે કાંચળી ઉતારી નાખવા માત્રથી સર્પ કાંઈ વિષ રહિત નથી ખની જતા ( એટલે કે સાચા અપરિગ્રહ એ આંતરિક અપરિગ્રહ જ છે ). ૨૪. પરિગ્રહત્યાગનું ફળ
त्यक्ते परिग्रहे साधोः प्रयाति सकलं रजः । पालित्यागे क्षणादेव सरसः सलिलं यथा ॥ २५ ॥ ज्ञानसार, परिग्रहाष्टक श्लोक ५.
જેમ પાળ દૂર થવાની સાથે જ સરેશવરતુ પાણી ચાલ્યું જાય છે તેવી જ રીતે પરિગ્રહના ત્યાગ કરવાથી સાધુની સમસ્ત ( કર્મરૂપી ) રજ ચાલી જાય છે. - ( એટલે કે પારગ્રહ એ કર્મ રજને રાકી શખવામાં પાળ સમાન છે). ૨૫.