________________
( ૧૨૮)
સુભાષિત-પદ-રત્નાકર.
નરકના ચાર દ્વાર સમજવા. કાચા દુધ દહીં છાશ સાથેનું કઠોળ, મધ, અપવિત્ર પાણી અને કંદમૂળ તથાબોળ અથાણાનું ભક્ષણ(અર્થાત આથી નરક મળે છે ) ૧૨.
કંદમૂળભક્ષણના દોષ –
मूलकेन समं भोज्यं यस्तु भुक्ते नराधमः । तस्य बुद्धिर्न चैधेत चान्द्रायणशरीरिणः ॥ १३ ॥
शिवपुराणे, ज्ञानसंहिता, अ० ६३ श्लो० ४८ જે અધમ પુરૂષ મૂળાની સાથે ભેજ્ય પદાર્થ (અન્ન)ને જમે છે, તે પુરૂષ કદાચ ચાંદ્રાયણનો તપ કરે તે પણ તેની બુદ્ધિ વૃદ્ધિ પામતી નથી. (અહીં ચાંદ્રાયણવ્રત આ પ્રમાણે છે–જુદી ૧ ને દિવસે એક કેળીઓ ખાવ, બીજને દિવસે બે કેળીયા. એમ એક એક દિવસે એક એક કળીયે ચડતાં પુનમે પંદર કેળીયા. પછી એ જ રીતે એક એક કેળી ઉતરતાં છેવટ અમાવાસ્યાને દિવસે એક કેળીયે. ખા. આને જેનલી પ્રમાણે યવમધ્ય તપ કહેવાય છે.) ૧૩.
यस्तु वृन्ताक-कालिङ्ग-मूलकानां च भक्षकः। अन्तकाले स मूढात्मा न स्मरिष्यति मां प्रिये ! ॥१४॥
મહીં ર૦ ૦ ૨૨, ૦ ૭૨ જે માણસ રીંગણા, કાલિંગડા અને મૂળાનું ભક્ષણ કરે છે, તે મૂઢ પુરૂષ હે પ્રિયા! અંતકાળે મારૂં (ઈશ્વરનું) સ્મરણ કરશે નહીં. ૧૪.