________________
( ૧૧૮) સુભાષિત-પદ્ય-રત્નાકર.
જેમ (બહુ ભારથી ભરેલું) મોટું વહાણ (સમુદ્રમાં) ડુબી જાય છે તેમ બહુ પરિગ્રહ(ના ભાર)થી પ્રાણી સંસાર સમુદ્રમાં ડુબી જાય છે. ૨૦. પરિગ્રહગ્રહની વિલક્ષણતા –
न परावर्तते राशे-चक्रतां जातु नोज्यति । परिग्रहग्रहः कोऽयं, विडंबितजगत्त्रयः ॥ २१ ॥
પરિ૦ થ૦ ૦ ૨. જે રાશિથી પાછા ફરતો નથી, વક્રતાને કદાપિ છેડત નથી, એ ત્રણ જગતને વિડંબના કરનાર પરિગ્રહરૂપી ગ્રહ (ખરેખર!) વિચિત્ર છે! (મંગલ વગેરે ગ્રહ એક રાશિમાંથી પાછા ફરી બીજી રાશિમાં જાય છે. વળી પોતાની વકતાને ત્યાગ કરે છે અને બધા પ્રાણીઓને વિડંબના પમાડતા નથી, પણ પરિગ્રહરૂપી ગ્રહ પોતાની ક્રોધાદિ રાશિથી પાછા ફરતો નથી, અનાદિકાળથી પોતાની રાશિમાં રહે છે. માયાવક્રતાને ત્યાગ કરતું નથી. અને ત્રણે જગતને વિડંબના પમાડી રહ્યો છે માટે બધા ગ્રહથી આ ગ્રહ વિલક્ષણ છે. ૨૧.. પરિગ્રહત્યાગ–અપરિગ્રહનું સ્વરૂપ –
सर्वमावेषु मुर्छायास्त्यागः स्यादपरिग्रहः । यदसत्स्वपि जायेत मूर्छया चितविप्लवः ॥ २२ ॥
त्रिषष्टि० पर्व १, सर्ग ३, श्लोक ६२६ સર્વ પદાથાને વિષે મૂછને (મમત્વને-મારાપણાને ) ત્યાગ કરો તે જ અપરિગ્રહ છે, કારણ કે અછતા પદાર્થોને વિષે પણ જે મૂછ હોય તે તેથી ચિત્ત વ્યાકુળ થાય છે. ૨૨.