________________
( ૧૧૬ )
સુભાષિત-પદ્ય—રત્નાકર.
છે, લાલરૂપી સમુદ્રને વધારે છે, મર્યાદારૂપી કિનારાને ભાંગી નાંખે છે, શુભ મનરૂપી હંસને પ્રવાસ આપે છે–કાઢી મૂકે છે. ( ટુંકમાં કહીએ તે ) પરિગ્રહ શું શું ક્લેશને નથી કરતા ? ૧૪. द्वेषस्यायतनं धृतेरपचयः क्षान्तेः प्रतीपो विधि
र्व्याक्षेपस्य सुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः । दुःखस्य प्रभवः सुखस्य निधनं पापस्य वासो निजः,
प्राज्ञस्यापि परिग्रहो ग्रह इव क्लेशाय नाशाय च ॥ १५ ॥
सुत्रकृतांगसूत्र ( आगमोदय स० ) पृ० १३
ડાહ્યા ( સમજી ) માણસને પણ પરિગ્રહ એ ગ્રહની માફક ફ્લેશ અને નાશને માટે થાય છે. ( કારણ કે એ પરિગ્રહ) દ્વેષના સ્થાન સમાન છે; ધીરજના ક્ષય સમાન છે; ક્ષમાને વિધી છે; વ્યાક્ષેપના મિત્ર સમાન છે; અહંકારના રહેઠાણુ સમાન છે; ધ્યાનના પાકા દુશ્મન છે; દુ:ખનું કારણ છે; સુખના નાશ કરનાર છે; અને પાપના વાસસ્થાન સમાન છે. ( અર્થાત્ પરિગ્રહવાળાને આ બધું સહન કરવું પડે છે ) ૧૫.
परिग्रहं चेद्व्यजंहा गृहादेस्तत्किं नु धर्मोपकृतिच्छलात्तम् । करोषि शय्योपधिपुस्तकादेर्गरोऽपि नामांतरतोपि हंता ॥ १६ ॥
अध्यात्मकल्पद्रुम त्रयोदशमोऽधिकार, लो०, २४.
'
ઘર વિગેરે પરિગ્રહને તે તજી દીધા છે, તેા પછી ધર્મના ઉપકરણને બહાને શય્યા, ઉપધિ, પુસ્તક વિગેરેનો પણ પરિગ્રહ શામાટે કરે છે? ઝેરને નામાંતર કર્યાથી પણ તે મારે છે. ૧૬