________________
( ૮ )
સુભાષિત-પદ્મ-રત્નાકર.
આ વિષયેા ઘણા કાળ સુધી રહીને પણ અવશ્ય જતા રહેવાના જ છે. છતાં મનુષ્ય પાતે આ વિષયાને તજતા નથી. તા બન્ને પ્રકારના વિયેાગમાં શે। તફાવત છે ? તે તફાવત ખતાવે છે—જો વિષયા પાતે સ્વત ંત્રપણાથી જતા રહે છે તેા તે મનને અત્યંત પરિતાપ દુ:ખ ઉપજાવે છે અને જો મનુષ્ય પેાતે જ તેને ત્યાગ કરે તેા તે ત્યાગ તેને અનંત મેાક્ષસુખ આપનાર થાય છે. ૧૮.
કામ ત્યાગની શ્રેષ્ઠતા—
धन्यास्ते वंदनीयास्ते, तैस्त्रैलोक्यं पवित्रितम् । यैरेष भुवनक्लेशी काममल्लो विनिर्जितः ॥ १९ ॥ ધર્મત્રિન્તુ ટીજા, ( આ. સ. ) g૦ ૪૬.
જેઓએ જગતને ક્લેશ પમાડનારા કામરૂપી મલ્લને જીત્યા છે, તે જ પુરૂષા ધન્ય છે, તે જ વંદનાને લાયક છે, અને તેઓએ જ ત્રણે લેાકને પવિત્ર કર્યા છે. ૧૯.
शूरान्महाशूरतमोऽस्ति को वा ? मनोजबाणैर्व्यथितो न यस्तु । प्राज्ञोऽतिधीरश्च शमोऽस्ति को वा ? प्राप्तो न भेदं ललनाकटाक्षैः ॥ २० ॥
( રામાપાર્વત ) પ્રશ્નોત્તરમાજા.
આ જગતમાં શૂરથી પણ અત્યંત મહા શૂર કાણુ છે ? ઉત્તર-જે કામદેવના બાણુથી વ્યથા પામ્યા ન હેાય તે. બુદ્ધિ