________________
( ૧૦૪ )
સુભાષિત પદ્ય-રત્નાકર. વિષયરૂપી શત્રુને વશ થયેલ મનુષ્ય કદાપિ, લેકમાં પૂજ્ય ગણાતા ગુરૂજનને, પિતાને, માતાને, બંધુને, પિતરાઈને, સીને, મિત્રને, બહેનને, ચાકરને, શેઠને (સ્વામીને), પુત્રને, તથા બીજા કોઈ પણ માણસને માનતો નથી–ગણકારતો નથી. અર્થાત્ કોઈની લાકે ભય વગેરેની દરકાર રાખતા નથી. ૩૧. वयं येभ्यो जाता मृतिमुपगतास्तेऽत्र सकलाः,
समं यैः संवृद्धा ननु विरलतां तेऽपि गमिताः । इदानीमस्माकं मरणपरिपाटीक्रमकृतां, न पश्यन्तोऽप्येवं विषयविरतिं यान्ति कृपणाः ॥३२॥
(અમિત તિ) કુમાષિત રત્નસિં૦, રહો. રૂરૂ છે. અમે જેનાથી ઉત્પન્ન થયા હતા, તે સર્વે મૃત્યુને પામી ગયા છે, જેની સાથે અમે વૃદ્ધિ પામ્યા છીએ, તેઓ પણ વિરલતાને ( એ છાપણાને ) પામ્યા છે-ઓછા થઈ ગયા છે, અર્થાત્ કેટલાક મરી ગયા અને કેટલાક પરદેશ ગયા, અને હમણાં તો અમે મરણની પરિપાટીને અનુક્રમે પ્રાપ્ત થયા છીએ. આ સર્વ અમારી અવસ્થાને જોતાં છતાં પણ વિષયમાં આસક્ત થયેલા બાપડા મનુષ્યો વિષયથી નિવૃત્ત થતા નથી. ૩૨.
दुरन्तविषयास्वादपराधीनमना जनः । अन्धोऽन्धुमिव पादारस्थितं मृत्युं न पश्यति ॥३३॥
જેને પરિણામ અત્યંત ખરાબ છે એવા વિષયના આસ્વાદથી જેનું મન પરાધીન થયેલું છે એ પુરૂષ જેમ અંધ માણસ પિતાના પગની પાસે રહેલા કુવાને જોઈ શકતો નથી