________________
( ૮૬). સુભાષિત-ઘરત્નાકર. હાથ નાંખો સારે છે, તથા બળતા અગ્નિમાં પડવું સારું છે પરંતુ શીલનું ખંડન કરવું તે સારૂં નથી. ૧૩. સુશીલતાને ધિક્કારयां चिन्तयामि सततं मयि सा विरक्ता,
साऽप्यन्यमिच्छति जनं स जनोज्यसक्तः। अस्मत्कृते च परितुष्यति काचिदन्या, धिक् तां च तं च मदनं च इमां च मां च ॥ १४ ॥
(મરિ) નિતિશ૦, ગો૨. હું નિરંતર જે પ્રિયાનું ચિંતવન કરું છું, તે પ્રિયા મારા ઉપર રાગ રહિત છે-મારાથી વિરક્ત છે, અને તે મારી પ્રિયા હોવા છતાં પણ અન્ય (અશ્વપાળ) પુરૂષને ઈચ્છે છે. તે અન્ય પુરૂષ અન્ય સ્ત્રી (ગણિકા) ને વિષે આસક્ત છે, તે અન્ય સ્ત્રી (ગણિકા) અમારે માટે–અમારા સંગને માટે સંતોષ પામે છે (અથવા તિથતિ એટલે પરિતાપ પામે છે), તેથી તે પ્રિયાને, તે અન્ય પુરૂષને, કામદેવને, આ ગણિકાને અને મને પણ ધિક્કાર છે. ( આ પ્રમાણે ભર્તુહરિ પોતાની પ્રિયાને અન્યમાં આસક્ત થયેલી જાણીને કહે છે. ) ૧૪. કુશીલતાના દોષ
बतानामपि शेषाणां, चतुर्थव्रतभङ्गाके । लीलया मेदतामाहुस्तस्माहुःशीलतां त्यजेत् ॥१५॥
જામ, મા૨, (૫. સ.) ઇ. ૧૮૦.