________________
( ૯૪)
સુભાષિત–પદા–રત્નાકર. વચન બોલે છે, કુબને મલિન કરે છે, કીર્તિરૂપી લતાને નાશ કરે છે, સર્વ પ્રકારના આરંભનું કારણ છે, વિરતિના સુખના આનન્દનો નાશ કરનારી છે, અને જે અત્યંત નિંદનીય છે, તેવી ધર્મરૂપી ઉદ્યાન--બગીચાને ભાંગી નાંખનારી સ્ત્રીને સારી બુદ્ધિવાળો પુરૂષ સેવતે જ નથી. ૮. કામોત્પત્તિમાં મન, સ્વભાવવિગેરે પણ કારણે છે– सिंहो बली द्विरद-शूकरमांसभोजी, __ संवत्सरेण रतिमेति किलैकवारम् । पारापतः खरशिलाकणभोजनोऽपि, कामी भवत्यनुदिनं वद कोऽत्र हेतुः॥९॥
કરા પ્રા., મા૨, (ર૦) પૃ. ૬૨.* સિંહ મહા બળવાન છે અને તે હાથી તથા શૂકરનું માંસ ખાય છે, છતાં એક વર્ષમાં એક જ વાર કામ–ભગ સેવે છે, અને પારેવું કઠણ પથ્થરની કાંકરીઓ ખાય છે તો પણ તે હમેશાં કામી હોય છે–વારંવાર મૈથુન સેવે છે. તેનું શું કારણ? તે તું કહે. અર્થાત્ ભજન પર કામને એકાંત આધાર નથી. પણ કામોત્પત્તિમાં મન અને સ્વભાવ વિગેરે પણ કારણભૂત જણાય છે. માટે મનને બહુ દઢ રાખવાની જરૂર છે. ૯. કામની પ્રબળતા– गते प्रेमाबन्धे प्रणयबहुमाने च गलिते,
निवृत्ते सद्भावे जन इव जने गच्छति पुरः ।