________________
(
૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
થાય છે
ઉપર પાસેથી જ
અથવા જન્મ પામતા મનુષ્યની પાછળ જે શીલ (સદાચારીપણાને સ્વભાવ) ઉત્પન્ન થાય છે, તે હે મહારાજ ! નહિં મરેલાની પાસેથી જતું નથી. એટલે તે જન્મ થતાંજ સાથે ઉત્પન્ન થયેલો સદાચારીપણાનો સ્વભાવ મર્યા વિના જ તે નથી (મરણાંત સુધી રહે છે.) એમ સંભળાય છે. ૩. ऐश्वर्यस्य विभूषणं सुजनता शौर्यस्य वाक्संयमो,
ज्ञानस्योपशमः श्रुतस्य विनयो विचस्य पात्रे व्ययः । अक्रोधस्तपसः क्षमा प्रभवितुर्धर्मस्य निर्व्याजता, सर्वेषामपि सर्वकारणमिदं शीलं परं भूषणम् ॥४॥
(મદર) નીતિ ૪૦, ગો ૮૦. વર્યનું ભૂષણ સજ્જનપણું છે, શુરતાનું ભૂષણ વાણીને સંયમ છે, જ્ઞાનનું ભૂષણ ઉપશમ (શાંતિ) છે, શાસ્ત્રનું ભૂષણ વિનય છે, પાત્રને વિષે દાન કરવું તે ધનનું ભૂષણ છે, ક્રોધ ન કરે તે તપનું ભૂષણ છે, ક્ષમા રાખવી તે સમર્થ મનુષ્યનું ભૂષણ છે, ક્ષટ રહિતપણું એ ધર્મનું ભૂષણ છે, સર્વ મનુષ્યનું પરમ (શ્રેષ્ઠ) ભૂષણ શીલ છે, અને તે શીલ સર્વ ગુણેને ઉત્પન્ન કરવામાં કારણભૂત છે. ૪.
निशानां च दिनानां च, यथा ज्योतिर्विभूषणम् । सतीनां च यतीनां च, तथा शीलमखण्डितम् ॥५॥
(ાનન્ટ) વૈરાગરાત, ઢોર ૬૮. જેમ રાત્રિ અને દિવસનું ભૂષણ જ્યોતિષ (ચંદ્ર અને સૂર્ય ) છે; તેમ સતીઓ અને યતિઓ (મુનિઓ) નું ભૂષણ અખંડિત શીલ છે. ૫.