________________
સત્ય.
(૫૩)
જ્યાં અસત્ય વચન બોલવાથી પ્રાણુઓના પ્રાણનું રક્ષણ થતું હોય ત્યાં તે અસત્ય વચન સત્યરૂપ થાય છે, અને પ્રાણીની હિંસા થતી હોય એવું સત્ય વચન પણ અસત્ય છે. ૩. ચાર પ્રકારનું સત્ય
अविसंवादनयोगः, काय-मनो-वागजिह्मता चैव । सत्यं चतुर्विधं तच्च, जिनवरमतेऽस्ति नान्यत्र ॥४॥
બરામપતિ પ્રણ, ઋો. ૭૪. પૂર્વાપર અવિરૂદ્ધ વચનને ઉચ્ચાર કરો અને તન મન વચનની એક્તા-અકુટિલતા આદરવી, એમ આ ચાર પ્રકારનું સત્ય શ્રી જિનેશ્વર શાસનમાં કહ્યું છે, અન્યત્ર કહેલું નથી. ૪. અવાસ્તવિક સત્ય–
न सत्यमपि भाषेत, परपीडाकरं वचः । लोकेऽपि श्रूयते यस्मात्, कौशिको नरकं गतः ॥५॥
ચોરાણિ, દ્વિતીય કાર, ઋોવ ૬૨. સત્ય છતાં પણ જે વચન પરને પીડા કરનારૂં હોય તેવું વચન બોલવું નહિં. કેમકે લોકમાં સંભળાય છે કે તેવું વચન બોલવાથી કૌશિક નામને તાપસ નરકે ગયે. ૫. સત્યની શ્રેષ્ઠતા–
अग्निना सिच्यमानोऽपि, वृक्षो वृद्धिं न चाप्नुयात् । तथा सत्यं विना धर्मः, पुष्टिं नायाति कर्हिचित् ॥६॥
हिंगुल प्रकरण, मृषावाद प्रक्रम, लो० ३.