________________
(૭૬).
સુભાષિત-પદ્ય-રત્નાકર.
પિતાની સ્ત્રીને વિષે સંતોષ અને પર સ્ત્રીને ત્યાગ, એ ગૃહસ્થોનું ચોથું આણુવ્રત કહેલું છે. ૫. બ્રહ્મચર્ય પાલન मात्रा स्वस्रा दुहित्रा वा, न विविक्तासनो भवेत् । बलवानिन्द्रियग्रामो, विद्वांसमपि कर्षति ॥ ६ ॥
મનુસ્મૃતિ, ૫૦ ૨, ૦ ૨૨. માતા, બહેન કે પુત્રીની સાથે પણ એકાંતમાં ( એક આસન ઉપર ) બેસવું નહિં. કારણ કે ઇન્દ્રિયોને સમૂહ બળવાન છે, તેથી તે વિદ્વાનને પણ આકર્ષણ કરે છે–ખેંચે છે, અર્થાત્ બ્રહ્મચર્યના પરિણામને પાડી દે છે. ૬.
अमावास्यामष्टमी च, पौर्णमासी चतुर्दशीम् । ब्रह्मचारी भवेनित्यमनृतौ स्नातको द्विजः ॥ ७॥
મનુસ્મૃતિ, શ૦ , ૦ ૨૨. સ્નાતક ( વેદ ભણીને ગૃહસ્થાશ્રમમાં ગયેલા ) બ્રાહ્મણે અમાવાસ્યા, આઠમ, પૂર્ણિમા, ચાદશ તથા ઋતુ વિનાના સર્વ દિવસમાં બ્રહ્મચારી થવું જોઈએ–બહાચર્ય પાળવું જોઈએ. (ઋતુ આવે ત્યારથી સોળ દિવસ સુધી તુના દિવસો કહેવાય છે. અર્થાત્ સત્તરમા દિવસથી ઋતુ આવે ત્યાંસુધીના અતુ વિનાના ગણાય છે. ઋતુના પણ પહેલા ચાર દિવસો વર્ક્સ કલા છે.) ૭.