________________
( ૬૮)
સુભાષિત-પા-રત્નાકર. विपत्तसाद् दूरं व्रजति रजनीवाम्बरमणेविनीतं विघेव त्रिदिव-शिवलक्ष्मीजति तम्॥५॥
सिन्दूर प्रकरण, लोक ३४. જેણે પુણ્ય-સુકૃતને વિષે ઈચ્છા કરી છે એ જે પુરૂષ કોઈનું કાંઈ પણ અદત્ત (માલીકના આપ્યા વિના) ગ્રહણ કરતું નથી, તેવા પુરૂષને વિષે કમળ ઉપર રાજહંસી વસે છે તેમ કલ્યાણની શ્રેણિ વસે છે, સૂર્યથી જેમ રાત્રિ દર જાય છે તેમ તેવા પુરૂષથી વિપત્તિ દૂર જાય છે અને વિનયવાળાને જેમ વિદ્યા ભજે છે–પ્રાપ્ત થાય છે, તેમ તેવા પુરૂષને સ્વર્ગ અને મોક્ષની લક્ષમી ભજે છે–પ્રાપ્ત થાય છે. ૫.
यदा सर्व परद्रव्यं, बहिर्वा यदि वा गृहे ।। अदतं नैव गृणाति, प्रम संपद्यते तदा ॥ ६ ॥
જ્યારે બહાર અથવા ઘરમાં રહેલા સર્વ પ્રકારના પરધનને તેના સ્વામીએ આપ્યા વિના મનુષ્ય ગ્રહણ ન જ કરે (ગ્રહણ ન જ કરવું એવી પ્રતિજ્ઞા કરે ) ત્યારે તે મનુષ્ય બ્રહ્મજ્ઞાનને પામે છે, અથવા બહા-એક્ષને પામે છે. ૬.