________________
કિં
યજ્ઞ ૬
કિ.
હિંસાથી ધર્મ નજ થાય.
प्राणिघातात्तु यो धर्ममीहते मूढमानसः । स वाञ्छति सुधावृष्टिं, कृष्णाहिमुखकोटरात् ॥१॥
व्यास.
જે મૂઢ મનવાળો મનુષ્ય, પ્રાણીઓને મારવાથી ધર્મને ઈછે છે–ધર્મ થાય એમ માને છે; તે મનુષ્ય કૃષ્ણસર્ષના મુખરૂપી વિવર-છિદ્રમાંથી અમૃતની વૃષ્ટિને ઈચ્છે છે એમ જાણવું. માટે યજ્ઞમાં પશુઓનો હોમ કરવાથી કે દેવ–દેવીઓ પાસે પશુએનું બલિદાન દેવાથી કોઈ દિવસ ધર્મ–પુણ્ય થાય જ નહિ. ૧. યજ્ઞની હિંસાથી સ્વર્ગ નથી મળતું.
वृक्षांश्छित्वा पशून् हत्वा, कृत्वा रुधिरकर्दमम् । दग्ध्वा वह्नौ तिलाज्यादि, चित्रं स्वर्गोऽभिलष्यते ॥२॥
પુરા, કટ ૧૮. વૃક્ષોને છેદીને, પશુઓને હણીને, રૂધિર-લેહીને કાદવ કરીને તથા અગ્નિમાં તલ, ઘી વિગેરે બાળીને જે સ્વર્ગ મેળવવાની ઈચ્છા કરાય છે તે મોટા આશ્ચર્યની વાત છે. ૨.