________________
યા.
( ૧૫ )
જે મનુષ્ય નિરંતર આદરપૂર્વક સર્વ પ્રાણિઓની રક્ષા કરે છે, તેના હાથમાં જ લક્ષ્મી રહેલી છે, અને તેના ઘરના આંગણામાં સ્વર્ગ રહેલું છે. ૩૭.
ત્યાં (૨) धर्मो जीवदयातुल्यो, न कापि जगतीतले । तस्मात् सर्वप्रयत्नेन, कार्या जीवदयानिमिः ॥१॥
हेमचन्द्रसूरि. આ પૃથ્વીપીઠ ઉપર કોઈ પણ ઠેકાણે જીવદયા જે બીજે કેઈ ઉત્તમ ધર્મ નથી, તેથી મનુષ્યએ સર્વ પ્રયત્ન વડે જીવદયા કરવી યોગ્ય છે. ૧. यो नात्मने न गुरवे न च बन्धुवर्ग,
दीने दयां न कुरुते न च भृत्यवगें । किं तस्य जीवितफलं हि मनुष्यलोके, काकोऽपि जीवति चिरं च बलिं च भुङ्क्ते. ॥२॥
જૈન તન્ન, 98 ૬, ગોદ ૨૨. જે મનુષ્ય પોતાના આત્મા ઉપર, ગુરૂ ઉપર, બંધુવર્ગ ઉપર, દીન માણસ ઉપર અને ચાકરવર્ગ ઉપર દયા કરતો નથી, તેના જીવિતનું ફળ આ મનુષ્યલેકમાં શું છે ? અર્થાત્ તેનું જીવતર નિષ્ફળ છે. કારણ કે કાગડો પણ ચિરકાળ જીવે છે અને બલિદાન (અન્નાદિ) ખાય છે, પણ તેનું જીવિત નકામું છે, તેમ દયા વિનાના મનુષ્યનું જીવન પણ નકામું છે. ૨.