________________
હિંસા.
( ૩૧ ) જે કદાચ પથ્થર જળમાં (પાણી ઉપર) તરે, જે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, જે અગ્નિ કોઈ પણ પ્રકારે શીતળતાને પામે અને જે કદાચ પૃથ્વીપીઠ સમગ્ર જગતની ઉપર થઈ જાય, તો પણ પ્રાણિઓને વધ કોઈ પણ ઠેકાણે પુણ્યને ઉત્પન્ન કરતું નથી. ૧૧. स कमलवनमग्नेर्वासरं भास्वदस्ता
दमृतमुरगवक्त्रात् साधुवादं विवादात् । रुगपगममजीर्णाजीवितं कालकूटादभिलपति वधाद् यः प्राणिनां धर्ममिच्छेत् ।।१२।।
સિજૂર કર, સોવ ૨૭. જે મનુષ્ય પ્રાણિઓના વધથી ધર્મને ઈચ્છે છે, તે મનુષ્ય અગ્નિથી કમળના વનની ઉત્પત્તિને ઈછે છે, સૂર્યના આથમવાથી દિવસને ઈચ્છે છે, સપના મુખમાંથી અમૃતની ઈચ્છા રાખે છે, વિવાદ (કયા) માંથી સારા વાદને ઈ છે છે, અજી
થી રેગની શાંતિ ઈચ્છે છે, અને કાલકૂટ જાતિના વિષથી જીવવાને ઈચ્છે છે આ સર્વ જેમ અશકય છે તેમ હિંસાથી ધર્મ થવો અશક્ય છે. ૧૨.
अन्धे तमसि मज्जामः, पशुभिर्ये यजामहे, हिंसा नाम भवेद् धर्मो, न भूतो न भविष्यति॥ १३ ॥
પૂર્વ મીમાંસા, ૮રૂ. જે અમે પશુઓ વડે યજ્ઞ કરીએ છીએ તેથી અંધ તેમનું (નરક) માં ડુબીએ છીએ. હિંસા એ ધર્મ છે અથવા હિંસાથી