________________
હિંસા.
( ૩૫ )
જો મનમાં સંકલ્પ કરવાથી પણ બીજા ઉપર હિંસાનુ ચિંતવન કરે, એટલે મનમાં પણ હિંસા કરવાના વિચાર કરે, તે તે માણસ તે પાપ વડે પેાતાના આત્માને દુ:ખની પૃથ્વીમાં ( નરકમાં ) નાંખે છે. ૨૨.
હિંસાથી દાનની નિષ્ફળતા—
सप्तद्वीपं सरत्नं च दद्यान्मेरुं सुकाञ्चनम् । यस्य जीवदया नास्ति, सर्वमेतन्निरर्थकम्
॥ ૨૩ ॥ મદમાત, રાન્તિવર્ષ, ૧૦ ૧૨, રોજ ૧૨.
રત્ના સહિત સાત દ્વીપની પૃથ્વીનુ તથા સુવર્ણમય મેરૂ પર્વતનુ દાન આપે, તા પણ જેને જીવદયા નથી તેને આ સર્વ દાન નિરર્થક ( વ્યર્થ ) છે. ર૩.
યજ્ઞ તથા અલિદાન હિંસાના નિષેધ—
देवोपहारव्याजेन, यज्ञव्याजेन येऽथवा । घ्नन्ति जन्तून् गतघृणा, घोरां ते यान्ति दुर्गतिम् ||२४|| योगशास्त्र, द्वितीय प्रकाश, श्लोक ३९.
દેવ પૂજાના બહાનાથી કે યજ્ઞના બહાના વડે જે નિય મનુષ્યેા પ્રાણીઓને હણે છે, તેએ ઘાર દુર્ગતિમાં જાય છે. ૨૪.
या योगीन्द्रहृदि स्थिता त्रिजगतां माता कृपैकव्रता, सा तुष्येच्छ्कपचीव किं पशुवधैर्मासासवोत्सर्जनैः ।