________________
અહિંસા.
(૧૩) અહિંસા વ્રત પાળ્યું હોય તેને બીજા જન્મમાં આ સર્વ પ્રાપ્ત થાય છે. વિશેષ શું કહેવું? તે અહિંસા સર્વ ઈચ્છિત વસ્તુને આપનારી છે. ૩૦.
सर्वजीवदयार्थ तु, ये न हिंसन्ति प्राणिनः। निश्चितं धर्मसंयुक्ता-स्ते नराः स्वर्गगामिनः ॥ ३१ ॥
મમારત, રાત્તિ વર્ષ, ૧૦ રૂ ૩, ૪ ૨. જેઓ સર્વ જીવની દયા પાળવા માટે પ્રાણિઓની હિંસા કરતા નથી, તે મનુષ્ય ધર્મયુક્ત-પુણ્યશાળી થઈને અવશ્ય સ્વર્ગે જાય છે. ૩૧.
न हिंसयति यो जन्तून्, मनोवाकायहेतुभिः । जीवितार्थापनयनैः, प्राणिभिर्न स हिंस्यते ॥ ३२ ॥
મહાભારત, શનિ પર્વ, ૧૦ ૨૭૪, જો ૨૭. જે મનુષ્ય મન, વચન અને કાયા વડે પ્રાણીઓને હણત નથી, તે મનુષ્યને જીવિત અને ધનનો નાશ કરવા વડે બીજા પ્રાણિઓ હણતા નથી. ૩ર.
यद् ध्यायति यत्कुरुते, रतिं बध्नाति यत्र च । तदवामोत्ययत्नेन, यो हिनस्ति न किंचन ॥ ३३ ॥
મનુસ્મૃતિ, ૫૦ ૧, ઋો ક૭. જે પુરૂષ કોઈ પણ પ્રાણિને હણતા નથી તે પુરૂષ; જે વસ્તુનું મનમાં ધ્યાન કરે, જે કાંઈ શુભ કામ કરે અને જે વસ્તુ ઉપર અભિલાષા કરે, તે સર્વ વસ્તુને યત્ન વિનાજ પામે છે. ૩૩.