________________
( ૨૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
સારા મનવાળો જે પુરૂષ સર્વ પ્રાણી ઉપર દયાને તથા મૈત્રીને કરે છે, તે પુરૂષ બાહ્ય તથા આત્યંતર સર્વ શત્રુ. ઓને જીતે છે. ૧૪. आयुर्दीर्घतरं वपुर्वरतरं गोत्रं गरीयस्तरं,
वित्तं भूरितरं बलं बहुतरं स्वामित्वमुच्चैस्तरम् । आरोग्यं विगतान्तरं त्रिजगति श्लाध्यत्वमल्पेतरं, संसाराम्बुनिधि करोति सुतरं चेतः कृपाान्तरम् ।।१५।।
સિજૂર કર, સો ૨૮. જેનું ચિત્ત દયાથી ભીંજાયેલું હોય, તેને અત્યંત લાંબુ આયુષ્ય મળે છે, શરીર મજબુત બને છે, ઉચ્ચ ગોત્ર પ્રાપ્ત થાય છે, ઘણું ધન મળે છે, ઘણું બળ થાય છે, મોટું સ્વામી પાયું પ્રાપ્ત થાય છે, આંતરા રહિત-નિરંતર આરોગ્યપણું રહે છે, ત્રણ જગતમાં તે ઘણી પ્રશંસાને પામે છે, તથા તે સંસાર રૂપી સમુદ્રને સુખેથી તરવા લાયક કરે છે. ૧૫.
यो बन्धन-वध-क्केशान, प्राणिनां न चिकिर्षति । स सर्वस्य हितप्रेप्सुः, सुखमत्यन्तमश्नुते ॥ १६ ॥
મનુસ્મૃતિ, વ , મોર ક૬. જે મનુષ્ય પ્રાણિઓને બંધન, વધ કે બીજું કોઈ પણ પ્રકારનું દુઃખ આપવા ઈચ્છતા નથી, તે મનુષ્ય સર્વ પ્રાણિઓના હિતને ઈચ્છતો હોવાથી અત્યંત સુખને ભગવે છે. ૧૬.