Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૪ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧
[૨૮ ઓક્ટોબર ૧૯૩૯,
છિી ત્રણ ભવોથી અધિકનો જેટલો હોય તે બધો તે ત્રીજા ભવમાં શેષ થાય તેમ કાપી નાખવો જોઈએ, પછી ણિ અર્થાત્ તીર્થંકરપણે આવવાવાળા જીવો તીર્થંકરના ભવથી પાછળના ત્રીજા ભવે ત્રણભવથી અધિકના શિ.
સંસારને કાપી નાંખનાર હોય, એટલે તે તીર્થકરના જીવને ત્રણભવથી અધિક રખડવાનું હોય જ નહિં. અહિં સમજવું જોઈએ કે તે પાછળના ત્રીજા ભવ પછી સાગરોપમો સુધી પણ તીર્થંકરના જીવોને સંસારમાં રાખનારા કર્મોનું રહેવું થાય, છતાં તે તીર્થકરનો જીવ પોતાના આત્મામાં તેવી યોગ્યતા
દાખલ કરે કે જેથી તે સાગરોપમો સુધીના કાળની સ્થિતિવાળાં કર્મની હયાતીમાં પણ કોઈપણ પ્રકારે Iણી ભવની વૃદ્ધિ કરનારાં કર્મો બાંધે જ નહિં, જો કે ભગવાન તીર્થકરના જીવો ઘણે ભાગે તીર્થકર નામકર્મની ણિી નિકાચના કર્યા પછી ક્ષાયિક સમ્યકત્વમાં કે ક્ષાયિક જેવા ક્ષાયોપથમિક સમ્યક્તમાંજ વર્તવાવાળા
હોય છે, પરંતુ કદાચ તેવા કોઈ જીવ ફાયોપથમિક હોય અને તેણે આયુષ્ય કદાચ નરકનું પ્રથમથી બાંધી લીધેલું હોય અને તેથી તેને અત્યંત અલ્પકાળ મિથ્યાત્વમાં જવાનો કદાચ વખત પણ આવે, તો પણ તે અવસ્થામાં તે તીર્થકરનો જીવ તેવા કર્મો તો ન જ બાંધે કે જેથી ભવની વૃદ્ધિ થવાનું બને, તીર્થંકર નામ કર્મની નિકાચનાની સાથે થતો પ્રભાવ જણાવીને હવે તીર્થંકર નામ કર્મની નિકાચના કેમ થાય છે તે વિચારીએ. વાચકો સારી રીતે સમજી શકે છે કે જે જે ભવ્યજીવો સમ્યગદર્શનને પ્રાપ્ત કરે છે તે સર્વે ભવ્યજીવો સમ્યકત્વના અનુકંપારૂપ લક્ષણકારાએ તે સમ્યકત્વની સાથે રહેવાવાળી ધર્મના મૂળરૂપ એવી મૈત્રી ભાવનાદ્વારાએ આખા જગતના સર્વ જીવોને કર્મથી રહિત થઈને મોક્ષ જવાનું છે એ સ્વાભાવિક જ છે, અને તેથી જ સમ્યકત્વવાળો જીવ ચૌદ રાજલોકના સકળજંતુઓની ભાવદયા ચિંતવવાવાળો હોય છે એમ કહી શકાય છે, પરંતુ ભવિષ્યમાં તીર્થંકર, ગણધર અને મૂકકેવળી થનારા જીવો જગતના જીવોની મુક્તિ માટે અને પોતાની મુક્તિ માટે કેવા વિચારો કરે છે તે ખરેખર જી સમજવા જેવું છે.
ભગવાન તીર્થંકરનો જીવ જગતના સર્વ જીવોને ઉદ્ધરવાના આલંબને હું સ્થાપનાર થાઉં અને સર્વ ણિી જીવોને તે આલંબન જરૂર ઉદ્ધરનારૂં થાય એવા વિચારવાળો હોય છે, અને તેથી જ તેઓ તે ભવમાં
અરિહંતાદિકવીશસ્થાનકોદ્ધારાએ જગતના જીવોને મોક્ષ પ્રત્યે દોરનારા હોય છે, અને તેથી જ તેવા જીવો ત્રીજા ભવે તીર્થંકરો થાય છે અને જેઓ માત્ર પોતાના કુટુંબને જ તેવી રીતે દોરનારા બને છે, તથા તેવી
ભાવનાવાળા થાય છે તેવા જીવો ત્રીજા ભવે ગણધર તરીકે બને છે, પરંતુ જે જીવો જગતના જીવોને કે છિી કુટુંબના જીવોને મોક્ષનું આલંબન દેનારા કે તે દેવાના વિચારમાં લયલીન બનતા નથી, પરંતુ માત્ર પોતાના
આત્માના ઉદ્ધારની ઈચ્છા રાખી માત્ર પોતાના જ ઉદ્ધારમાં લયલીન થાય છે. તેઓ ત્રીજભવે મૂકેવળી એટલે સામાન્ય કેવળી થાય છે. આ ઉપર જણાવેલ હકીકત વિચારતાં સ્પષ્ટપણે માલમ પડશે કે સમ્યકત્વની નિસરણીમાં રહેવા માટે જેમ નવપદની આરાધનાની જરૂર છે તેમ તીર્થંકરપણું મેળવવા માટે જગતનો
ઉદ્ધાર કરવાની ભાવનાની સફળતા કરવા માટે વીશસ્થાનક આરાધવાની જરૂર છે. માટે તત્ત્વત્રયી, નવપદી છે કા અને વિંશતિસ્થાનક એ ત્રણે ઉપયોગી અને ભિન્ન ભિન્ન સ્વરૂપે આરાધનીય છે એમ સ્પષ્ટ સમજાશે.
.િ