Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૦૬ : શ્રી સિદ્ધચક્ર]
અનુચિતપણું પહેલાં જ રહેવાનું ! જાપવંદનાદિ દ્વારાએ જ ગુણિના ગુણનો અભ્યાસ થશે, અભ્યાસની ચીજ ટકવી સહેલી છે. વર્તનની ચીજ ટકવી મુશ્કેલ છે, ‘ક્રોધે ક્રોડ પૂરવતણું, સંયમ ફલ જાયે' એ પદ આવડતાં અરધી મિનિટ લાગી, પણ તેને અમલમાં મેલતાં કેમ થાય છે ? આખી જીંદગીના અભ્યાસે પણ એ પદ અમલમાં મુકવું મુશ્કેલ પડે છે, જ્યાં વીતરાગની ભક્તિ ખસી ગઈ ત્યાં પદનું કેમ ધ્યાન રહેવાનું? ‘ માને રાવણનું રાજ ગયું' એ પદ માનના પ્રસંગે કોને યાદ આવે છે ? ભણેલું પણ વર્તન અને તેની પરીક્ષા વખતે ભૂલી જવાય છે. વર્ઝન માટે આલંબનની જરૂર નથી એમ ક્યા વિચારથી બોલી શકાય છે ? શ્રીતીર્થંકરદેવ ચોવીસ જ કેમ ?
વર્ષ ૮ અંક-૧૫-૧૬
ક્રોધ ઉપર કાબુ મેળવવો, માન, માયા તથા
લોભ ઉપર જય મેળવવો. આ કોણ શીખવે ? જેમ છાણાં વગેરેનો સળગવાનો સ્વભાવ છે ખરો, પણ
અગ્નિના સંયોગે જ તે સળગે છે. તેમ જીવને
[૫ જુન ૧૯૪૦,
ચાલે, પણ દીવાસળીની જગ્યાએ કોઈ મૂલ એક તો લેવો જ પડશેને! સ્વતંત્રપણે પ્રગટાવનાર આદિ એકને તો માનવો જ પડશે. ગુરૂને ગુરૂ માનીએ, પણ ગુરૂનું ગુરૂતત્ત્વનું ઉત્પાદક દેવતત્ત્વ છે. આટલા માટે અનાદિકાળના ઘોર અંધકારમાં પ્રથમ પ્રકાશ કરનાર શ્રી તીર્થંકરદેવને માનવાની જરૂર છે. બધા જીવો તીર્થંકર કેમ ન થયા ? અમુક જ કેમ થાય? તે કોણ થાય ? આ બધા પ્રશ્નો થઈ શકે છે, એનું સમાધાન એ જ કે એનું કારણ ભવાંતરથી ચાલ્યું આવતું ઉત્કૃષ્ટ સર્તન! સદ્વર્તન શબ્દથી એકલી ક્રિયા લેવાની નથી. કિંતુ આત્માની બધી સારી પરિણતિ લેવી પડે. શ્રીતીર્થંકરના ભવમાં રાગદ્વેષ રહિતપણું વગેરે આત્માની તમામ જે શુદ્ધ પર્યાય દશા આ તમામ પરિણતિ પણ લેવી પડે. જગતમાં જન્મ્યા પછી જ્ઞાની ગુરૂના જોગે બધા ડાહ્યા થનારા હોય છે, પણ શ્રીતીર્થંકરદેવના જીવને તો તે ભવમાં
ઉત્કૃષ્ટ સર્તન હોય અને તે સર્તન કે તેનું બીજ એવું ભવાંતરથી ચાલ્યું આવતું હોય છે. બાલ્યવયમાં, જન્મતાં જ, ગર્ભથી જ સર્તન હોવું એ કેટલું અસંભવિત ? એ અસંભવિતપણું સમજાય તો સમજાશે કે, ભગવાન્ તીર્થંકરો જ યથાર્થ જગદુદ્ધારક છે જગતના ભાગ્યથી કહો કે લોકસ્વભાવથી કહો, પણ તીર્થંકર ચોવીસ જ થાય છે. તે ચોવીસ જ કેમ થાય છે ! તીર્થંકર થનારો આત્મા જન્મથી ચોખ્ખો, ગર્ભથી ચોખ્ખો, મોક્ષની સાધનામાં ચોખ્ખો! કેવલજ્ઞાની ઘણા હોઈ શકે તેમાં આવો આત્મા એક પણ નીકળવો મુશ્કેલ છે. આ આત્મા તમામ દશામાં ચોખ્ખો ! કોઠારમાં (ગર્ભમાં) રહેનારો છતાં ચોખ્ખો !, જન્મતી વખતે
અનુકૂળ સંયોગે જ્ઞાન થાય છે. શુદ્ધ પવિત્ર સંયોગ વગર જીવ શુદ્ધ જ્ઞાન તથા શુદ્ધ વર્તનવાળો થતો નથી. જીવમાં જ્ઞાન તથા વર્તન શુદ્ધપણે સ્વભાવમાં છે, પણ પ્રગટ તો તેવા શુદ્ધ સંયોગ મળે ત્યારે જ થાય છે, જગતમાં જીવ માત્રને જ્ઞાન મળવું, ધર્મની શીખામણ મળવી, સર્તન સાંપડવું તે તેવા સંયોગને જ આધીન છે, પહેલાં ગંધકની સળી માનવી પડે, પછી એની જડ દીવાસળી છે, અલબત્ત દીવાની પરંપરા માફક એક ગુરૂએ બીજાને ઉપદેશ આપ્યો, બીજાએ ત્રીજાને આપ્યો, એમ પરંપરા