Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૯૪ : શ્રી સિદ્ધચક્ર] વધવું કે ટકવું તે તત્ત્વજ્ઞાનની ઉપર જ આધાર રાખે છે, વળી ચારિત્રની અપેક્ષાએ પણ જેવી રીતે સમ્યક્ત્વથી રહિત મનુષ્યોને માસોપવાસી જેવી ક્રિયામાં રહેવાનું થતું હોય તો પણ ચારિત્રવાળો કહી શકાય નહિં તેવી જ રીતે જે મનુષ્યને જીવઅજીવાદિ તત્ત્વોનું જ્ઞાન નથી, તેવાઓને સ્વતંત્રપણે ચારિત્રનો સદ્ભાવ માનવાને કોઈપણ શાસનપ્રેમી કદી પણ તૈયાર થઈ શકે નહિં. જ્ઞાનના ફલ તરીકે શું ?
વર્ષ ૮ અંક-૧૯-૨૦
[૩ ઓગસ્ટ ૧૯૪૦,
જ જણાવવાને માટે છે કે દયા, સંજમ કે વિરતિના અર્થીઓને જીવાજીવાદિક પદાર્થોનું જ્ઞાન મેળવવું આવશ્યક. છે અર્થાત્ આ જગા પર શાસ્રકાર મહારાજા જ્ઞાનને માત્ર સાધન તરીકે જણાવતા હોવાથી તેમજ દયા, સંયમ, ચારિત્ર અને વ્રતને સાધ્ય તરીકે જણાવે છે અને તેમ હોવાથી જ વં વિદુ` સવ્વસંગ" એમ કહીને ઉપસંહાર સંયમધારીપણામાં જ લે છે. જો આ જગા પર સંયમ, દયા, યતના કે વ્રત કરતાં જ્ઞાનની અધિકતા હોત અને જ્ઞાનની જ મુખ્યતાએ સાધ્યતા હોત તો વં કૃિતિ નાળિળો અર્થાત્ દયાને પાળવાની ઈચ્છાવાળા અને પાળનારા બધા સાધુઓ પણ જ્ઞાનમાં જ લીન થઈને રહેલા છે, એમ જણાવત. આટલું જ નહિં, પરંતુ એ જ ગાથાના ઉત્તરાર્ધમાં પણ અજ્ઞાનની અધમતા જણાવતાં અજ્ઞાનીની અધમતા એટલા માટે જણાવી છે કે તે અજ્ઞાની જીવાજીવાદિકને નહિં જાણતો હોવાથી યતના વિગેરે શી રીતે કરશે ? તેમજ યતનાનું શ્રેષ્ઠપણું અને અયતનાનું અસુંદરપણું કેવી રીતે સમજશે? મોક્ષપ્રાપ્તિ માટે વ્યાજબી કારણો ક્યાં ?
શાસ્ત્રકારો પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે પઢમં નાળું તો ત્યા અર્થાત્ દયા એટલે જે સંયમ અગર વિરતિ તે કર્મક્ષય કરાવનાર હોઈ · મોક્ષનું પરમ સાધન છે અને અજયણાના પરિહારપૂર્વક જયણાનો આદર તે જ દયા છે અને તેવી દયા કરવામાં આવે તો નવાં બંધાતાં પાપકર્મોથી બચી શકે છે, અને તે દ્વારા કર્મોનો ક્ષય કરી મોક્ષ મેળવી શકે છે. પરંતુ એવી દયા કર્યા વિના કોઈ પણ હિંસાથી કે પાપકર્મોથી બચી શકતો નથી એવો સિદ્ધાન્ત છે. અને તેથી જ ઘરળાદિંતો મોલ્દો
એમ કહી શાસ્ત્રકારોએ સ્પષ્ટ શબ્દોથી મોક્ષના
તે
સાધન તરીકે ચારિત્રને જ જણાવેલું છે, પરંતુ ચારિત્ર, તે યતના, તે વિરતિ, કે તે અયતનાનો ત્યાગ જેને મોક્ષને માટે મેળવવો હોય તેવા ચારિત્ર વિરતિયતના કે વ્રતોના શબ્દોનો માત્ર પોકાર કરવાનો નથી, પરંતુ તેના સાધનભૂત જ્ઞાનને મેળવવાની જરૂર છે. અને તેથીજ તો ત્યા એમ જ્ઞાનના ફલ તરીકે દયાને જણાવવાની શાસ્ત્રકારોને જરૂર પડી છે કેમકે જગતમાત્રમાં સર્વક્રિયાઓમાં જ્ઞાનપદાર્થની પ્રથમતા તો રહેલી જ હતી, અને તેથી જ શાસ્ત્રકારે એમજ કહેવું જોઈતું હતું કે પઢમં નાળ તો મળ્યું અર્થાત્ પહેલાં જ્ઞાન થાય પછીજ બધી હિતકર પ્રવૃત્તિ નિવૃત્તિ થાય છે પરંતુ એમ નહિં કહેતાં જે અહિં દયા એટલે સંયમ, યતના, વિરતિ કે'વ્રતને ફલ તરીકે જણાવેલ છે, તે એટલું
આ ઉપર જણાવેલી દ્રષ્ટિએ વિચાર કરનારો સુજ્ઞ મનુષ્ય સ્હેજે સમજી શકશે કે મુખ્ય સમ્યક્ત્વ અને ગીતાર્થચારિત્રના પાયા રૂપ જો કોઈપણ પદાર્થ હોય તો તે માત્ર જ્ઞાન નામનો જ પદાર્થ છે, અને તે માટે શાસ્ત્રકારોએ સાતક્ષેત્રમાં સમ્યક્ત્વ અને ચારિત્રની આરાધના પૃથક્ષણે ન કહી, પરંતુ તે જ સમ્યક્ત્વ અને ચારિત્રના આધારભૂત વીતરાગ અને શ્રીચતુર્વિધસંઘરૂપી ક્ષેત્રદ્વારાએ તેની આરાધના જણાવી, પરંતુ ઉપર જણાવેલા કારણોથી જ્ઞાનરૂપ ક્ષેત્રની સર્વોત્તમતા સ્વીકારીને જ્ઞાનને ક્ષેત્રતરીકે ગણવામાં આવ્યું. જો કે શ્રી નવપદમય બનેલા શ્રીસિદ્ધચક્રમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર તેમજ સમ્યક્તપ એ ચારે ગુણો એક