Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૧૪ : શ્રી સિદ્ધચક્ર]
૭
૨
૩
વર્ષ ૮ અંક-૧૯-૨૦
[૩ ઓગસ્ટ ૧૯૪૦
જેવા જુઠી ચોપડીયો છપાવનારને તો તેવી ચર્ચા કબુલ કરીને પણ વિહાર કરી જવો પડ્યો છે.
૪
કથીર શાસનના મતના કેટલાક તો જુઠું છે એમ જણાવીને ડીટેડીટાનો જવાબ દે છે કે ફલાણા કરે છે, અને ફલાણા કહે છે માટે જ હમારે કરવું પડે છે. (રામ. કથીર.) ત્રણ પુંજ વગર પણ ક્ષાયિક મેળવે એ કોટ્યાચાર્યનું વાક્ય મુહૂર્ત્તશબ્દથી અંતમુહૂર્ત પણ લેવાય એ શ્રી ઉત્તરાધ્યયનનું વાક્ય અને વિરત કરતાં અનંતાનુંબંધીને શમાવનાર કે ખપાવનાર અસંખ્યગુણ નિર્જરાવાળો હોય એ શ્રીતત્ત્વાર્થવચનને અનેક વખત જણાવ્યા છતાં ન માને તેવા ભવારામોને પ્રવચન પણ ઉન્માર્ગથી બચાવે નહિં જ.
યુક્તિ અને શાસ્ત્રથી સંગત પદાર્થ અનેક વખત દેખાડ્યા છતાં જેઓ પોતાની ખોટી માન્યતા હાંક્યા કરે તેવા મિથ્યાત્વારામી ન હોય તો ઘણું સારું.
શાસન અને શ્રમણોને પ્રતિકૂલ વર્તનાર જે હોય તેને શિક્ષા કરવી એ જો જૈનનો આચાર છે તો શું તેવાઓને વેતનાદિક આપી સર્વરીતિએ પોષનાર જીવો જૈનત્વાદિ સર્વ પ્રશસ્તભાવોને જલાંજલિ દેનાર નથી ?
વાક્ય નિરૂપણ આદિની કલ્પિત ખામીને આગળ કરીને સાચા પદાર્થને અમાન્ય કરનારા જીવો પ્રાકૃતભાષાને નામે પ્રવચનથી દૂર રહેનાર અનાચારી જેવા ન બને તો કલ્યાણ.
(પરવંચનાદિ.)