Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૪૦ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૨૧
[૧૭ ઓગસ્ટ ૧૯૪૦, " (અનુસંધાન ટાઈટલ ૪નું ચાલુ) છે. જૈનદર્શનમાં જ પ્રતિદિન ઉભયસંધ્યાએ કરવા લાયક એવું જે પ્રતિક્રમણ આવશ્યક છે કે
M તેની અંદર એ સિદ્ધાંતને યોગ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે, જો કે પ્રતિક્રમણ આવશ્યકને માટે છે દME ત્યાગી અને ભોગીઓના ભેદની અપેક્ષાએ વિભાગ હોવાથી સૂત્રની અપેક્ષાએ પણ વિભાગની દMA GP જરૂર રહે છે, પરંતુ જે આ માફીનો પવિત્રતમ જૈનદર્શનનો અજોડ સિદ્ધાંત છે, તેને તો ત્યાગીના લ
પ્રતિક્રમણ આવશ્યકમાં અને ભોગીના પ્રતિક્રમણ આવશ્યકમાં પણ સ્થાન આપવામાં આવેલું છે, તેમાં વળી વિશિષ્ટતા તો એ છે કે જેમ મંદિરની ઉપર કલશારોપણ હોય, ભોજનની ઉપર તાબૂલ અર્પણ હોય. અક્ષતની ઉપર ફલારોપણ કરવાનું હોય, તેવી રીતે તે ત્યાગી અને ભોગી ||\ બન્નેના પ્રતિક્રમણ આવશ્યકને અંતે શિખર તરીકે કહો-નાબૂલ તરીકે કહો કે ફલારોપ તરીકે LIP કહો, કોઈપણ પર્યવસાન ઉત્તમ કાર્ય તરીકે ગણાવો તો તે માફીનો જ સિદ્ધાંત છે. સર્વદર્શનોમાં અP || પ્રતિદિનની ક્રિયા અને સંસ્થાની ક્રિયાઓ જણાવવામાં આવેલી હોય છે અને તેની પ્રવૃત્તિ પણ હોય છે, પરંતુ એકપણ દર્શનની પ્રતિદિન ક્રિયાની અંદર માફીના પવિત્ર સિદ્ધાંતને સ્થાન આપવામાં આ
આવેલું જ નથી. પ્રથમ તો ઈતરદર્શનકારોએ પોતાના ધર્મશાસ્ત્રોને સ્થાને સ્થાને વૈરની વસુલાતનાં 4. 1 જ સાધનો બનાવ્યાં છે, પરંતુ ફક્ત જૈનદર્શનકારે જ વૈરને વિસ્મરણ કરવાનો સિદ્ધાંત રાખ્યો |La
છે, અને તે વૈરને વિસ્મરણ કરવાનો સિદ્ધાંત ત્યાગી અને ભોગીના પ્રતિક્રમણ આવશ્યકની ક્રિયાની || અંદર દાખલ કર્યો છે. સુજ્ઞમનુષ્યો હેજે સમજી શકે તેમ છે કે જર, જોરૂ અને જમીનના પ્રતાપે જ વૈરરૂપી વૃક્ષની ઉત્પત્તિ છે ટકવાનું છે, અને વધવાનું છે, પરંતુ જૈનમત તે ત્રણેના ત્યાગમાં જ ધર્મની ઉત્પત્તિ, ટકવું અને વૃદ્ધિ માને છે. એટલે પ્રથમ તો ધર્મના આચારને અનુસરનારાઓમાં વૈરની ઉત્પત્તિ વિગેરેનું કારણ જ નથી. અને તેથી જ જૈન શાસ્ત્રકારોએ જૈનદીક્ષા જો કે વ્યવહારથી
હિંસા, જુઠ, ચોરી અને સ્ત્રી, તથા પરિગ્રહ એ પાંચે પાપોના ત્રિવિધ ત્રિવિધ ત્યાગરૂપ જ માનેલી AAP. P)
છે, છતાં પણ મુખ્યસ્થાનોએ તેની પ્રરૂપણા કરતાં પરિગ્રહ અને આરંભના ત્યાગરૂપ જ દીક્ષા Wજી જણાવવામાં આવેલી છે. વાચકમનુષ્ય હેજે સમજી શકશે કે જેઓને પરિગ્રહનો સર્વથા ત્યાગ ૪િ
હોય તેઓને વૈરની ઉત્પત્તિ આદિ થવાનો સંભવ જ નથી, છતાં પણ જેઓને પરિગ્રહના સર્વથા
ત્યાગની સાથે આરંભનો પણ સર્વથા ત્યાગ છે તેઓને તો વૈરના ચિત્તવનનો પણ અવકાશ , દ, રહેતો નથી. જો કે ઈતર દર્શનકારોએ પણ સામાન્ય રીતે હિંસાનો ત્યાગ શ્રેષ્ઠ છે, એમ તો દy
કબુલ કરેલું જ છે, વળી દીક્ષાના વિશેષ સ્વરૂપની જગા પર હિંસાશબ્દનો ત્યાગને માટે પ્રયોગ ન કરતાં જૈનશાસ્ત્રકારોએ જે આરંભના ત્યાગને જણાવેલો છે તે એ સ્પષ્ટ કરે છે કે જૈનદર્શનકાર એકલી હિંસાને જ ત્યાજ્ય ગણે છે એમ નહિ, પરંતુ હિંસાના સાધનભૂત દરેક વસ્તુઓનો @P ત્યાગીઓએ ત્યાગ કરવો જ જોઈએ. એ જણાવવા માટે પરિગ્રહના ત્યાગની સાથે આરંભનો SIP
ત્યાગ જણાવવામાં આવેલ છે. ઉપર જણાવેલ વસ્તુનો વિચાર કરનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી Gળ, શકશે કે દીક્ષિત અવસ્થામાં વૈરની ઉત્પત્તિનાં સાધનો નથી, વૈરની વસુલાતનાં સાધનો નથી,
તેમ વૈરની વસુલાત પણ કરવાની નથી, એટલું જ નહિ, પરંતુ દીક્ષિત થવા પહેલાં જે કોઈ HUP પણ વૈરો ઉત્પન થયાં હોય અગર દીક્ષિત થયા પછી પણ કોઈ તેવી અજ્ઞાનતા કે વિપરીત NSI દશાને લીધે વૈરની ઉત્પત્તિ વિગેરે થયાં હોય તો તે વૈરને સર્વથા ખસેડી નાખવા માટે જ જૈન “IA શાસ્ત્રકારોએ મંત્ર તરીકે સૂત્ર રાખ્યું છે કે વેરે મ ર વેરુ અર્થાત્ આ વાક્યધારાએ સાધુ
(જુઓ અનુસંધાન પાનું ૪૩૯)