Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
19 BOLZZ 9680]
SIDDHACHAKRA
(Regd No. B 3047
જૈનદર્શનનો અજોડ સિદ્ધાંત જગત્માં વર્તમાનકાળે પ્રવર્તતા દર્શનો અને મતોમાં લૌકિકદષ્ટિએ કોઈક - કોઈક સિદ્ધાંત અપૂર્વ તરીકે પ્રવર્તેલો ગણવામાં આવે છે. જેમ કેટલાકમાં ( શ્રદ્ધાની પવિત્રતા, કેટલાકમાં આચરની પવિત્રતા, કેટલાકમાં ભક્તિની )
પવિત્રતા, કેટલાકમાં પ્રાર્થનાની પવિત્રતા, કેટલાકમાં દયાની પવિત્રતા, એમ વ્યવહારિકદષ્ટિએ જુદા જુદા મતોને અંગે અમુક અમુક વસ્તુની પ્રવૃત્તિમાં
અધિકતા હોવાને લીધે તેની પવિત્રતા છે તે દર્શનમાં અધિકપણે માનવામાં 6 આવેલી હોય છે, પરંતુ જૈનદર્શનની અંદર તે શ્રદ્ધા વિગેરેની સર્વ પવિત્રતાને )
યોગ્ય સ્થાને રાખવામાં આવેલી જ છે, છતાં પણ જગતના કોઈપણ દર્શનકારે - કે કોઈપણ મતવાળાએ જે પવિત્રતાનો સ્પર્શ પણ કર્યો નથી, એવી એક -
પવિત્રતા જૈનદર્શનની અંદર વાસ કરી રહેલી છે અને તે પવિત્રતાને અંગે વિચાર અને વ્યવહારો પણ પ્રવર્તેલા છે. તે પવિત્રતાને જ જૈનદર્શનની અજોડ ની ૦ પવિત્રતા કહીએ તો તે અતિશયોક્તિભર્યું કથન તો નથી જ. જો કે એ એક છે) જ સિદ્ધાંતને અજોડ પવિત્ર સિદ્ધાંત તરીકે ઓળખાવતાં શ્રદ્ધા-જ્ઞાન-તપસ્યા- / છેવિનય-વૈયાવચ્ચ-ભક્તિ- આચાર અને વ્યવહારને માટે જૈનદર્શનકારોએ સ્થાને (G
સ્થાને જણાવેલી પવિત્રતાનું વિસ્મરણ કરવામાં તો આવતું જ નથી, પરંતુ આ તે શ્રદ્ધાદિકના વિષયો અન્ય મત અને દર્શનોમાં ઈતર ઈતરરૂપે વાસ કરે
છે. જો કે ઈતરદર્શનોમાં પ્રવર્તતી તે પ્રણાલિકાઓ યોગ્ય છે કે અયોગ્ય આ છે, તારક છે કે સંહારક છે, ઉન્નતિનું કારણ છે કે અવનતિનું કારણ છે, એ
એ વિગેરે વિચાર કરવાની જરૂર છે, છતાં તે બાબતનો અહિં વિચાર નહિ ? કરતાં જે સિદ્ધાંતની છાયા પણ અન્યદર્શનોએ સ્વીકારી નથી એવા એક
અજોડ પવિત્ર સિદ્ધાંતને અંગે ચાલુ કથન છે. તે જૈનદર્શનમાં રહેલો પવિત્ર N અને અજોડ સિદ્ધાંત બીજો કોઈ નહિ, પરંતુ માફી સંબંધી જે જૈનદર્શનનો , સિદ્ધાંત છે તે અજોડ અને પવિત્ર છે.
| (જુઓ અનુસંધાન પાનું ૪૪૦)