Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 563
________________ ૪૩૯ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૨૧ [૧૭ ઓગસ્ટ ૧૯૪૦, (અનુસંધાન પાનું ૪૪૦ નું ચાલુ) હા સંતોને ચેતવણી આપે છે કે તમારું જીવન અને તમારું અન્તઃકરણ જો સારું અને નિર્મળ રાખવા આ માગતા હો તો વર્તમાન, ભૂત કે ભવિષ્ય કોઈ પણ કાળની અપેક્ષાવાળું અને સ્થિર રહેવાવાળા A કે ચાલવાવાળા કોઈની પણ સાથે વૈર રાખવું પાલવશે નહિં, જેવી રીતે ત્યાગી પુરૂષોને માટે છે જૈનદર્શનકારોએ વૈરના વૃક્ષનું નિકંદન કર્યું છે, તેવી જ રીતે જે ભોગી વર્ગ છે અને જે આરંભ થત પરિગ્રહથી કે જર, જોરૂ અને જમીનથી વિરતિવાળો થયો નથી, અગર તેને છોડી શક્યો નથી તેને માટે પણ જૈનશાસ્ત્રકારોએ વેર મ ર રૂ નો મંત્ર તો ફરજિયાત જ રાખેલો છે. ' એટલે કહેવું જોઈએ કે ત્યાગી કે ભોગી કોઈ પણ જૈનને માટે શાસ્ત્રકારોએ વૈરની વસુલાતનો ) મનોરથ પણ કરવાનો રાખ્યો નથી. આ વાત જ્યારે સમજવામાં આવશે ત્યારે જ જૈનદર્શનકારોએ ત્યાગી અને ભોગી બનેને માટે ફરજિયાત તરીકે જે સર્વ જીવો માટેની મૈત્રી ચિત્તવવાની જણાવી છે ][ છે તે સાધન શૂન્ય નથી, પણ ખરેખર સાધનથી ભરપુર છે, કારણ કે એ વાત નવી સમજવી પડે તેમ નથી, કે વૈરની વસુલાત કરવાની ધારણાવાળાઓ સર્વ જીવો પછી તે એકેન્દ્રિય હો, બેઈન્દ્રિય હો, તેઈન્દ્રિય હો, ચૌરેન્દ્રિય હો કે દેવગતિવાળો હો કે મનુષ્યગતિવાળો હો કે નરકગતિવાળો હો કે તિર્યંચગતિવાળો હો. શત્રુ હો કે મિત્ર હો. ફાયદો કરનાર હો કે નુકસાન 9 કરનાર હો. ગુહાને કરનાર હો કે ગુન્હાને રોકનાર હો. પરંતુ સર્વજીવને વિષે ભેદભાવ રાખ્યા A][][વિના મૈત્રીભાવ કે જેને હિતેનું ચિત્તવન કહેવામાં આવે છે. તે રાખવી જ જોઈએ. અન્યમતો All I કરતાં ઉપર જણાવેલા સર્વ જીવોને વિષે મૈત્રીનું ચિત્તવન કરવાનો કે મૈત્રીને અમલમાં મૂકવાનો ધP કોઈપણ હક્ક ધરાવી શકતું હોય તો તે માત્ર વૈરના વિસ્મરણવાળો જ ધરાવી શકે છે. અને તેટલા : જ માટે જૈનદર્શનકારોએ વૈરવૃત્તિનું વાઢકાપ કરવાની સાથે સર્વ જીવોને વિષે મૈત્રીના આંદોલનને વ્યાપક બનાવી દીધું છે; પરંતુ વૈરની વસુલાત બન્ધ થવી અને મૈત્રી એટલે હિતચિત્તવનના G. ફુવારાઓ ફુટવાનું દુર્ઘટકાર્ય તે જ જગા પર થઈ શકે કે જે મહાનુભાવોના અંતઃકરણોમાં નીચે JL જણાવવામાં આવશે એવા બે વિચારો ઓતપ્રોત થયા હોય. તે બે વિચારોમાં એક તો એ વિચાર છે કે જગતના જે કોઈપણ જીવોનો મેં માનસિક-વાચિક કે કાયિક અપરાધ કર્યો હોય છે "IT તે સર્વની હું માફી માગું છે એટલું જ નહિ, પરંતુ જો એ માનસિક-વાચિક કે કાયિક આ રીતિએ મારો કોઈએ પણ અપરાધ કર્યો હોય તો હું તે મારા અપરાધની પણ તેઓ માફી માગે કે ન માગે તો પણ હું માફી આપું છું. આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાશે કે જૈનદર્શનના ઉપર જણાવેલા ત્રણ સિદ્ધાંતો જગતના ઈતર દર્શનોના સિદ્ધાંતોની PP. અપેક્ષાએ અજોડ અને પવિત્ર સિદ્ધાંતો છે તે ત્રણ સિદ્ધાંતો નીચે પ્રમાણે - ૧ વૈરની વસુલાત કે વૈરનું ધારણ કરવું નહિં. ૨ જગતના સર્વજીવોના હિતોનું જ ચિત્તવન કરવું. કોઈનું પણ અહિત વિચારવું નહિં. ૩ જગતના કોઈપણ જીવના કરેલા અપરાધની તત્કાલ માફી માગવી અને બીજાઓએ પોતાના કરેલા અપરાધોની માફી આપવી. ઉપર જણાવેલા અજોડ પવિત્ર સિદ્ધાંતો ઉપર જે કોઈ સુજ્ઞ જૈનમનુષ્ય વિચાર કરશે A તે જ જૈનદર્શનમાં ધર્મની સાથે જ જોડાયેલા પ્રતિક્રમણ ધર્મને સમજશે અને તે સમજવાથી. AJ દેવસિક-રાત્રિક-પાક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણનું જે મહત્વ જૈનદર્શનકારોએ ગાયું છે, જૈનજનતાએ માન્યું છે, અને વિશેષ અમલમાં મૂક્યું છે, તેની આવશ્યકતા સમજશે અને જૈનદર્શનનો અજોડ પવિત્ર સિદ્ધાંત કેવો છે તે ધ્યાનમાં લેશે. GU) RPF AIIA

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654