Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૧૩ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૯-૨૦
[૩ ઓગસ્ટ ૧૯૪૦,
સમાલોચના
|| * * --- શાસ્ત્રીયપુરાવાની ચોપડી પ્રથમના પર્વની ક્ષયવૃદ્ધિએ પૂર્વતિથિનો અને દ્વિતીયપર્વની ક્ષયવૃદ્ધિએ પૂર્વતરતિથિની ક્ષયવૃદ્ધિ અસલપણે હતી અને તે જ વર્તમાનમાં પણ કથીરશાસનપક્ષ સિવાયનો શ્રીસંઘ કરે છે. એટલું જ જણાવવા છપાવવામાં આવી હતી અને તે શ્રીસિદ્ધચક્ર સાથે પણ જોડાયેલ જ છે. છતાં એ પુરાવાથી અલગપણું જે જણાવવામાં આવે છે તે માયામૃષાવાદ જ છે. અશુદ્ધિ અને સમાલોચનાનું પ્રમાર્જન નહિ કરવામાં જે કારણ હતું તે પણ તેમાં જ સ્પષ્ટ જણાવેલ જ છે કે કૃત્રિમતાની વાચકને શંકા ન થાય માટે તે કરવામાં આવ્યું નથી, છતાં જેણે બરોબર વાંચ્યા વિચાર્યા વિના લખવું છે તેને કથીરશાસન કેમ કહેવાય નહિ ? પૂર્વ અને પૂર્વતરતિથિની ક્ષયવૃદ્ધિની પરંપરા છે અને શાસ્ત્રીય પાઠો પણ છે એમ તો કથીરશાસન પણ કબુલ કરે છે, અને એ શ્રીસંઘને માટે અનુમોદનીય
"
કથીરશાસનવાળા જે બે પાંચ વર્ષથી પર્વતિથિના લોપક બની ભેળસેળવાદી બનીને તથા પર્વતિથિ માનીને પણ આરાધના ન કરવી એમ કહીને પર્વતિથિના નિયમને લોપનાર બને છે, અને જેથી તે કથીરશાસનવાળા શ્રીસંઘથી બહાર થાય છે, તેમાં તેઓને એક પણ શાસ્ત્રીય પ્રમાણ કે પુરાવો મળતો નથી એટલે વિતંડાવાદ
કરે છે. ૫ શ્રીસંઘપક્ષ લિખિત પૂર્વક મૌખિક ચર્ચા કરી પોતાના પક્ષની સત્યતા સાબીત
કરવા હંમેશાં તૈયાર રહ્યો છે અને તૈયાર જ છે. ૬ કથીર શાસનપક્ષને જ પહેલાં પણ સાક્ષાત્ ચર્ચાથી પીછેહઠ કરવી પડી હતી
અને તેમણે કહ્યુંલી કમીટી દ્વારા પણ લખાણ મોકલી શક્યા નહિં અને જંબૂક