Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તીર્થયાત્રા
એ વાત સ્હેજે સમજી શકાય તેવી છે. પરંતુ જે વસ્તુનું પ્રતિદાન વીતરાગ પરમાત્માના શાસનમાં મનાયેલા શાસ્ત્રોમાં સ્થાને સ્થાને કરવામાં આવેલું હોય, એટલું જ નહિં, પરંતુ જે પદાર્થ માનવાની આશા અનેકશાસ્ત્રોમાં ખુલ્લા શબ્દોથી જણાવવામાં આવેલી હોય અને તેવાં વાક્યો અનેક પ્રામાણિક ગણાતા શાસ્ત્રો અને પુરૂષોદ્વારાએ સાંભળવામાં આવતાં પણ હોય, છતાં જો તે સત્યપદાર્થની શ્રદ્ધા કે માન્યતા ન થાય તો તેવા મનુષ્યોને સમ્યક્ત્વવાળા ગણવાને માટે તેઓ જ તૈયાર થાય કે જેઓ મિથ્યાત્વીના મોસાળીયા હોય, તેવી જ રીતે જે પદાર્થની અસત્યતા ભગવાન્ વીતરાગ મહારાજના શાસનમાં મનાયેલા શાસ્ત્રોમાં સ્થાને સ્થાને નિરૂપણ કરવામાં આવેલી હોય, છતાં તેવા પદાર્થને સાચા તરીકે આદરવાલાયક માનવાવાળો મનુષ્ય નિળપન્નત્ત તત્ત વિગેરે વાક્યો આગળ કરે તો તેટલા માત્રથી તે અજ્ઞાનતાથી કે ગુરૂના કહેવાથી ખોટા પદાર્થો પણ સાચા માને છે માટે તેને સમ્યક્ત્વવાળો માનવામાં અડચણ નથી. એવું કહેવા જવું કે માનવું તે કોઈપણ પ્રકારે જૈનશાસનમાં ચાલી શકે તેમ નથી. ધ્યાન રાખવાની જરૂર છે કે નય-સામાચારી-માર્ગ-પ્રમાણ વિગેરેના ભેદોની ગહનતાને લીધે શંકામાં આવેલા એટલે નિશ્ચયથી ચ્યુત થયેલા એવા સાધુમહાત્માઓને પણ શાસ્ત્રકારો કાંક્ષા (મિથ્યાત્વ) મોહનીયના ઉદયવાળા જ થયેલા જણાવે છે અને તેથી સાધુમહાત્માઓને પણ એવા, કે જેનો કેવલીથી નિર્ણય થઈ શકે એવા, અગર પૂર્વધરોથી જેનો નિર્ણય થઈ શકે એવા તેમજ બહુશ્રુતોથીજ જેનો નિર્ણય થઈ શકે એવા, વળી વિશિષ્ટજ્ઞાનીઓથી પણ નિર્ણય થઈ શકે એવા પદાર્થની શ્રદ્ધાની વખતે તમેવ સત્ત્વ કહીને
-
સંઘયાત્રા
(ગતાંકથી ચાલુ)
જિનેશ્વર મહારાજના વચનને નિઃશંક તથા સત્યપણે સ્વીકારી સમ્યક્ત્વનો નિર્વાહ કરવાની જરૂર જણાઈ છે, તો પછી જેઓ વર્તમાન શાસનના શાસ્ત્રમાં સ્થાને સ્થાને જેનો નિર્ણય કરવામાં આવેલા એવા મુહપત્તિ-ઉપધાન-પ્રતિમા- સ્ત્રીપૂજા વિગેરે પદાર્થોને માને નહિ અને વર્તમાન શાસનના શાસ્ત્રોમાં જેનું સ્થાન સ્થાન પર ખંડન કરવામાં આવેલું છે એવા નિર્લિંગપણું, નિર્નિક્ષેપણું નિઃસ્થાપનપણુંનિર્દવ્યપણું) સ્રીઅમોક્ષ, કેવલિઅભુક્તિ વિગેરે માનવામાં આવે છતાં તેવા પદાર્થને માનનારા અને પ્રરૂપણાવાળાઓ પણ પોતાની અજ્ઞાનતાથી અને ગુરૂના આદેશથી તેવી માન્યતા કરે છે એમ જણાવી તેવાઓને પણ સમ્યક્ત્વવાળા ઠરાવી વાસ્તવિક સાધર્મિકની કોટિમાં દાખલ કરનારાઓ જો જિનેશ્વર ભગવાનના માર્ગને અનુસરનારા ગણાય તો પછી જમાલિ અને ગોશાલાના વચનથી અસશ્રદ્ધાવાળા હોવાથી મિથ્યાત્વી હતા, એમ કહેનારા શાસ્ત્રકાર મહારાજાઓને સુજ્ઞમનુષ્યો ક્યા શબ્દોથી નવાજશે?) ·
અર્થાત્ જીવાદિક પદાર્થોનું સ્પષ્ટ સ્વરૂપે જ્ઞાન ન હોય છતાં જે મનુષ્ય સદ્ભૂત પદાર્થની અશ્રદ્ધાવાળો નથી, તેમજ વિપરીત પદાર્થની શ્રદ્ધાવાળો પણ નથી. એવો છતાં જે ભગવાન્ જિનેશ્વર મહારાજના વચન, ધર્મ તથા તત્ત્વને કહીને બિળપન્નત્ત વગેરે માનવાવાળો છે તેને ઓઘ તરીકે સમ્યક્ત્વ હોવામાં કોઈ પણ વિચક્ષણ પુરૂષ નિષેધ કરી શકે નહિં. પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ તો તે જ મનુષ્ય તાત્વિક શ્રદ્ધાવાળો ગણાય કે જે જીવાદિક પદાર્થોના યથાસ્થિત જ્ઞાનને ધરાવનારો હોય. આ બધી હકીકત ધ્યાનમાં લેનારા સુજ્ઞમનુષ્યો સ્હેજે સમજી શકશે કે વાસ્તવિક સમ્યક્ત્વ એટલે સમ્યગ્દર્શન તેનું ઉત્પન્ન થવું.