Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૯૫ : શ્રી સિદ્ધચક્ર]
સરખી રીતે વંદના નમસ્કારદિ કરવા લાયક અને આરાધવા લાયક ગણવામાં આવે છે અને તેથી જ જો જ્ઞાનરૂપી ક્ષેત્રને ગુણરૂપ છતાં અને વીતરાગાદિ પરમાત્મામાં પ્રકૃષ્ટ વિદ્યમાન હોવા છતાં જુદારૂપે ગણવામાં આવે તો પછી શા માટે સમ્યગ્દર્શન, સભ્યશ્ચારિત્ર અને સમ્યક્તપરૂપી ક્ષેત્રોને માટે જુદું સ્થાન આપવું નહિં? કદાચ એમ કહેવામાં આવે તો ચાલે એમ છે કે સમ્યક્તપ નામનું નવમું પદ એ જો કે સર્વ કર્મક્ષયને માટે અયોગીપણાને અંગે જરૂરી હોઈ મોક્ષની સિદ્ધિને માટે તે સમ્યક્તપ એ પદ જરૂરી ગણાય, પરંતુ ઘાતિકર્મ જે જ્ઞાનાવરણીયાદિ ચાર છે અને જે આત્માના ગુણોને રોકનારા છે (ઘાતિકર્મ અને અઘાતિકર્મમાં ખરો ફરક એ છે કે ઘાતિકર્મ જ્યારે આત્માના જ્ઞાન દર્શન સમ્યક્ત્વ ચારિત્રને રોકવાનું અને જ્ઞાનાદિગુણોને નાશ કરવાનું પોતાનું સામર્થ્ય જણાવે છે, ત્યારે વેદનીયાદિ કર્મો કે જેને અઘાતિ કર્મ કહેવામાં આવે છે તેઓ આત્માના જ્ઞાનાદિગુણોનું આવરણ કે નાશને માટે કંઈપણ સામર્થ્ય ધરાવી શકતાં નથી.) અને આજ કારણથી સર્વાર્થસિદ્ધ વિગેરે અનુત્તર વિમાનોના દેવતા સમગ્રજીવન સુખમય રીતિએ ગુજારવાવાળા છતાં આત્માના સંપૂર્ણ જ્ઞાનાદિગુણોને મેળવી શકતા નથી, તેમજ નરકગતિમાં તેત્રીસ સાગરોપમ સુધી પરમદુઃખી અવસ્થામાં રહેવાવાળા એવા નારકીઓ છતાં પણ તેઓના અવિધ કે વિભંગને નાશ થવાનો પ્રસંગ આવતો નથી, એટલું જ નહિં પરંતુ મહાત્મા ગજસુકુમાલજી અને શ્રીસ્કન્ધકમુનિના શિષ્યો પરમ અશાતાના સંજોગમાં અગ્નિ અને યન્ત્રપીડાને લીધે મહાવેદના સહેતા હતા, છતાં તેઓને કેવલજ્ઞાનની લક્ષ્મી પ્રાપ્ત થવામાં કંઈપણ ઓછાશ રહી નહિં, અગર વિલંબ રહ્યો નહિં. એટલે કહેવું જોઈએ કે ચાહે જેટલું તીવ્ર અશાતાવેદનીય હોય કે શાતાવેદનીય હોય પરંતુ તે જ્ઞાનની ઉત્પત્તિ, સ્થિતિ કે વૃદ્ધિને માટે તો અકિંચિત્કર જ છે. જ્ઞાનની ઉત્પત્તિ,
વર્ષ ૮ અંક-૧૯-૨૦
[૩ ઓગસ્ટ ૧૯૪૦,
વૃદ્ધિ અને સ્થિતિને માટે તો જો કોઈની પણ અપેક્ષા હોય તો માત્ર તે જ્ઞાનાવરણીયાદિના ક્ષય અને ક્ષયોપશમની જ અપેક્ષા છે, એવી જ રીતે આયુષ્ય લાંબુ હોવાથી શાન વધારે હોતું નથી, તેમ આયુષ્ય ટુકું
હોવાથી જ્ઞાન ઓછું હોતું નથી. શરીર સુંદર હોવાથી કે ખરાબ હોવાથી, મોટું હોવાથી કે નાનું હોવાથી, જ્ઞાનની ઉત્પત્તિ આદિને અંગે કોઈ પણ જાતની અધિકતા કે ન્યૂનતા થતી નથી અને તેથી જ સર્વગુણનિધાન એવા ભગવાન તીર્થંકર આદિના જેવાં કેવલજ્ઞાન આદિ છે, તેવાં જ કેવલજ્ઞાન આદિ કુબ્જ વિગેરે સંસ્થાનવાળા અને પરિમાણમાં નાના કૂર્માપુત્ર વિગેરેને પણ હોય છે. વળી ઈક્ષ્વાકુ આદિ ઉચ્ચતમ ગોત્રને પામેલા ભગવાન જિનેશ્વર આદિકને જેવાં કેવલજ્ઞાનાદિક હોય છે. તેવાં જ કેવલજ્ઞાનાદિક હરિબલ મચ્છી અને મેતાર્યમુનિ આદિ કે જેઓ નીચગોત્રમાં ઉત્પન્ન થયા, રહ્યા અને વધ્યા તેઓને પણ થયાં છે. આ બધું વિચારનાર સુશમનુષ્યને સ્પષ્ટપણે માલમ પડશે કે વેદનીય, આયુષ્ય, નામ કે ગોત્રના ઓછાવત્તાપણાનો કે શુભઅશુભપણાનો કેવલજ્ઞાન આદિ લક્ષ્મી સાથે કોઈપણ જાતનો સંબંધ નથી, પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે કેવળજ્ઞાન આદિ લક્ષ્મીને ઉત્પન્ન થવા આદિનો સંબંધ જ્ઞાનાવરણીયાદિના ક્ષયોપશમ કે ક્ષયની સાથે રહેલો છે. જો કે દેવતા અને નારકીને અંગે અવધિજ્ઞાનનો સંબંધ તેના ભવને અંગે એટલે દેવગતિ અને નરકગતિ નામના કર્મની સાથે રહેલો છે. છતાં તે માત્ર તે તે ભવની વખતે તે તે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ જરૂર થાય અને તેવી તે તે અવિધ અને વિભંગજ્ઞાન થાય એટલો જ નિયમ જણાવવા માટે છે, પરંતુ ના૨ક અને દેવતાનો ભવ કર્મના ઉદયથી થવાવાળો હોઈનેં ઔદિયક હોવાથી તેઓના અધિ કે વિભંગજ્ઞાનને ઔયિક ગણાવી શકાય તેમ નથી, વળી જો કે મનુષ્યગતિ સિવાય બીજી દેવાદિક