Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
છે
.
.
.
.
.
,
,
,
,
,
,
,
,
૩૦૪ શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૫-૧૬
[૫ જુન ૧૯૪૦, મનાવે છે, છતાં ‘આરાધનામાં પર્વતિથિની વૃદ્ધિ કોઈ માનતું નથી' એમ કહેવાની ધૃષ્ટતા રામશ્રીકાંતો પાસે લખાવી પોતાના હૃદયચક્રને ચક્કર થયું જણાવે છે. રામટોળી સિવાયના કોઈએ પણ આરાધનાના પંચાંગોમાં પર્વતિથિ કે પર્વનતરતિથિનો ક્ષય કે વૃદ્ધિ લખ્યાં નથી, તેમ માન્યાં પણ નથી, માટે શાસ્ત્ર, શાસન અને પરંપરાને અનુસરનાર શાસનપ્રેમીવર્ગમાં તો કોઈ પણ પર્ધાનતર પર્વની તિથિનો ક્ષય કે વૃદ્ધિ માનતા નહોતા અને માનતા પણ નથી. તથા રામટોળી તરફથી ભદ્રિકો દ્વારા અનેક ધમપછાડા કરીને તેનો પ્રચાર કરવામાં આવે તો પણ માનશે નહિં જ, હકીકત જો રામ-શ્રીકાંતોનું હૃદયચક્ર મર્યાદામાં હશે તો જરૂર જ સમજશે.
(વી. રામ-શ્રીકાંતો) કોન્ફરન્સ એ એક ગતપ્રાણ અને ઝેરીલી વસ્તુ છે અને અસંસ્કરણીય છે, માટે જો શ્રી સંઘને ઉન્નતિને માર્ગે જવું હોય તો ભારતીય શ્રી સંઘ જેવી સંસ્થા સ્થાપીને ચલાવે અને તેમાં નીચેના ઠરાવો અનુત્થાપ્ય અને અચર્થ્ય તરીકે પાસ કરે.
ભગવાન્ જીનેશ્વર મહારાજનાં પંચાંગી યુક્ત શાસ્ત્રને માનવાં. ૨ શ્રી જિનમૂર્તિ આદિ સાતે ક્ષેત્ર સંબંધી જે રૂઢિ છે તેને માનવી. ૩ શ્રાવક અને શ્રાવિકાવર્ગની વ્યવહારિક ઉન્નતિ આદિની જ ચર્ચા કરવી,
ઠરાવો કરવા કે અમલ કરવો, આ યોજના જો સંસ્થાનો ભેદ કે મતભેદને સ્થાન આપ્યા સિવાય કરવામાં આવશે તો જૈનકોમની ઉન્નતિ સાધી શકાશે.
(મુંબઈ સ.)
૧