Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
NUછે.
૩૩૬: શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૫-૧૬
[૫ જુન ૧૯૪૦, (અનુસંધાન ટાઈટલ જવાનું ચાલુ) જોર જણાવે છે, જ્યારે કેટલાક ભગવાન હરિભદ્રસૂરીજી કરતાં પહેલાના કાલના આચાર્યો છે.
તે દીક્ષા આદિકના તપને દીક્ષા આદિના મહિના અને દિવસને ઉદેશીને જ કરવાનું જણાવે છે. અર્થાત્ ભગવાન્ ઋષભદેવજીના દીક્ષાનો તપ ચૈત્ર (ફાગણ) વદિ આઠમે છઠ કરીને કરવો અને યાવત્ ભગવાન્ મહાવીર મહારાજનો દીક્ષાનો છઠ માગશર (કાર્તિક) વદિ દશમે દીક્ષાનો તપ કરવો. એટલે ચોવીસે ભગવાનના દીક્ષાની તપસ્યાનું અનુકરણ તે તે ભગવાનના તે તે દીક્ષાના મહિને અને તે તે દિવસે કરવું. એમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે, એકલી તપસ્યાનું જ અનુકરણ કરવાનું જણાવ્યું એમ નહિં, પરંતુ પારણે પણ જે જે ભગવાનને જે જે વસ્તુ શેલડીના રસ વિગેરેની મળેલી છે, તે તે જ વાપરવાનું વિધાન પણ જણાવે છે એટલે ભગવાનું
તીર્થકરની દીક્ષાના તપનું જ અનુકરણ કરવું એમ નહિ, પરંતુ તેમના પારણાનું Gી અનુકરણ પણ કર્તવ્ય છે એમ ભગવાન્ હરિભદ્રસૂરીજી તપનામના ઓગણીસમા A% પંચાશકમાં જણાવે છે. ભગવાન્ જિનેશ્વર મહારાજ જેવા પવિત્રપુરૂષોના વર્તનના
અનુકરણથી અભાગીયા બનનારા રામ-શ્રીકાંતો વર્તમાનકાલમાં ભગવાનના વર્ષીતપને અનુસરીને વર્ષીતપ કરવાનું ક્યા આધારે રાખતા હશે,? વળી વર્ષીતપના પારણે રસ વાપરવાની પ્રવૃત્તિ તો ખરેખર તે રામ-શ્રીકાન્તોને અત્યંત મુઝવનારી જ થઈ પડશે. જો કે શક્તિ રહિત કાર્યનું અનુકરણ કરવું અગર આચરણા ઉઠાવીને .IN અનુકરણ કરવું એ શાસ્ત્રની શ્રદ્ધાવાળાને માટે ઈષ્ટ હોતું જ નથી અને હોય પણ 3 4 નહિ, પરંતુ રામ-શ્રીકાન્તોએ સર્વથા અનુકરણનો જ નિષેધ કરેલો છે. માટે તેઓના ?| મતે વર્ષીતપ કરવાનું તથા વર્ષીતપનું પારણું નિયમિત દિવસે (વૈશાખ સુદી ત્રીજે) પૂન કરવાનું અને તે પણ ઈશુરસથીજ કરવાનું તો અનુકરણ નહિં. માનવાને લીધે જ
બને જ નહિં. તે રામ-શ્રીકાન્તોના મતે ચૈત્ર વદી આઠમથી વર્ષીતપની શરૂઆત દ, અને વૈશાખ સુદ ત્રીજે વર્ષીતપની પૂર્ણાહુતિ એ બેનું સર્વથા અયોગ્યપણું ગણાય
તો પછી વૈશાખ સુદ ત્રીજના દિવસે વર્ષીતપનું પારણું કરતાં શેલડીનો રસ વાપરવો ICD એ તો સ્વપ્ન પણ યોગ્ય હોય જ શાનો? પરંતુ શ્રીપંચાલકજીના તપપંચાશકમાં #PA તીર્થકર ભગવાનની દીક્ષાના તપને જણાવતાં ચૈત્રવદ આઠમે પ્રારંભ કરવો એમ શર)
પણ જણાવે છે, (ચેતર વદ આઠમના છઠની અપેક્ષાએ ચૈત્ર વદ સાતમે પ્રથમ ઉપવાસ આવી શકે.) તથા વૈશાખ સુદી ત્રીજે પારણું કરવામાં પણ શેલડીનો રસ લઈને પારણું કરવું એમ પણ જણાવે છે. એટલે ભગવાન્ હરિભદ્રસૂરીજીના પહેલા 9 કાળથી પણ ભગવાનની દીક્ષાના તપ અને પારણાનું અનુકરણ થતું હતું એ સ્પષ્ટપણે AIA) નક્કી થાય છે, પરંતુ શાસ્ત્રોના પાઠો ઓળવવા, ફેરવવા, ન માનવા અને વિપરીત છે પ્રરૂપણા કરવામાં નિપુણ બનેલું રામટોળું તે શાસ્ત્રોક્ત વસ્તુને ન માને તેમાં
(જુઓ અનુસંધાન પાનું ૩૩૫)
ID.