Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
[૫ જુલાઈ ૧૯૪૦,
એમ નથી, પણ સામેથી અનર્થનો ભય છે. સામેથી ઉપદ્રવ થાય અથવા સંપત્તિની હાનિ કરવામાં આવે એવો ભય છે, માટે પોતાના અભિમાનને દબાવી દેવામાં આવે છે. ગામડીયા ભોટની પાસે ‘સોળ પંચાં છયાશી તથા બે મૂક્યા છૂટના’ અઠ્યાશી એમ બોલાય છે પણ વેપારી પાસે તો સોળ પંચાં એક્યાશી એમ પણ બોલાતું નથી. આનો અર્થ કપટ ગયું છે, માયા મરી ગઈ છે કે લોભ ગયો છે. એમ નથી, પણ વેપારીમાં ચાલી શકે તેમ નથી બેંકમાં રહેલી રકમ જોખમમાં લાગે છે ત્યારે વ્યાજને જતું કરીને પણ ઘેર લાવીને દાટવામાં આવે છે. તેમાં વ્યાજનો લોભ ગયો છે એમ નથી, પણ મૂડીને નુકશાન જોયું એટલે લોભ મૂડી સાચવવામાં સમાયો. આ રીતે પણ જરૂર કષાયો દબાવવામાં આવે છે, પાતળા કરવામાં આવે છે, પણ તેથી મનુષ્યપણું મળી શકતું નથી. નુકશાન થાય કે ન થાય-ગમે તેવા સંયોગોમાં પણ સ્વભાવથી કષાયોને પાતળા કરવામાં આવે કે હોય તો જ મનુષ્યપણું મળે છે. પ્રથમના ભવમાં પ્રકૃતિથી કષાયો પાતળા થયા હોય તો ત્યાંથી મરીને તે મનુષ્ય થઈ શકે. કષાયોની તીવ્રતાવાળાનું સ્થાન તો તિર્યંચગતિ તથા નરકગતિ છે. નરક ગતિ પરોક્ષ છે, પણ તિર્યંચગતિ તો પ્રત્યક્ષ છે ને ? જનાવરમાં ગાય ગરીબ કહેવાય છે, પણ કેટલીક ગાય એવી મારકણી હોય છે કે નાનો છોકરો પણ જરા પણ અડપલું કરી બેસે તો શીંગડું મારીને સખત વગાડે છે. બચ્ચાંની વલે શી? એ ગાય વિચારતી નથી. દરેક જનાવર પોતાના કષાયને વિચારવાની તાકાતવાળાં હોતાં નથી. નાના
૩૬૬ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૭-૧૮ पयईइतणुकसाओ
કષાયો પાતળા થાય તેને મનુષ્યપણું મળે છે. એટલે કે મનુષ્યપણું મેળવવાના જિજ્ઞાસુએ કષાયોને પાતળા કરવા જોઈએ. વાઘણ કેવી ક્રૂર છે, પણ જ્યારે તેનું બચ્ચું તેને ધાવે છે ત્યારે બચ્ચાંના ન્હોર ઘસાવા છતાં તે તેને ફાડી નથી ખાતી. અહિં કષાય પાતળો નથી થયો પણ મારૂં બચ્ચું’ એ ભાવના છે. ત્યાં મમત્વભાવ છે. પોતાની માલીકીની ભાવના છે. બીલાડીને બચોલીયાં ધાવે છે. ત્યારે તેને તેના નખ વાગે છે પણ ‘મારાં બચોલીયાં' એવી મારાપણાની ભાવના તે ક્રોધને કાપી નાંખે છે શું ? ક્રોધને આવવા દેતી પણ નથી. દુનિયામાં પણ ક્રોધ, માન, માયા, લોભને દરેક દબાવે છે પણ ક્યાં ? ન ચાલે ત્યાં ! કોઈ સોલજરનો ધક્કો લાગ્યો હોય તો ચૂપચાપ ચાલ્યા જવાય પણ કોઈ સામાન્યનો ધક્કો લાગે તો “કેમ દેખતો નથી ?' એમ તરત ડોળા કાઢીને બોલાય છે ! ધક્કામાં ફરક નથી, પણ સામે વધારે બલ હોય ત્યાં તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ !' અને સામે નિર્બલ હોય તો ‘આવી જા !’ આ સ્થિતિ છે. શેઠનો ક્રોધ કેમ સહન થાય છે ? પગાર સહન કરાવે છે. અરે ! શેઠનો ધક્કો વાગ્યો હોય તોયે માફી ઊલટી નોકર માગે ! અહિં ક્રોધને પ્રકૃતિએ દબાવ્યો નથી, પણ દુનિયાદારીના નુકશાનના ભયે, અથવા માર ખાવાના ભયે ક્રોધને દબાવ્યો છે. કષાયો પાતળા થવાથી મનુષ્યત્વ મળે !
સામે દંડાબાજ મળે ત્યારે મૂછે હાથ કોઈ દેતું નથી. આથી આપણું અભિમાન મરી ગયું છે.