Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૮૬ : શ્રી સિદ્ધચક્ર]
જન્મથી જ કેમ જકડે છે ? કેટલાક જન્મતાં મરે છે, કેટલાક ગર્ભમાં મરે છે. આ બધાએ ઈશ્વરનો ક્યો ગુન્હો કર્યો ? ગર્ભમાં આવ્યો ત્યારથી સાત વર્ષ પૂરા થાય ત્યાં સુધીના દિવસો પણ ઈશ્વરી સજા માટે લાયક શાથી? જન્મથી અંધત્વ, અને વ્યાધિ આપવામાં ઈશ્વરની દયા કેટલી ગણવી? જગત્ આખાનો ઉપકારી ઈશ્વર આવું કરે? સૂર્યનું કામ અજવાળું કરવાનું છે, તેનો ઉપયોગ કરવાનું કામ મુસાફરનું છે. આંખો મીંચીને ચાલે તથા ખાડામાં પડે તેમાં વાંક કોનો? પોતાની બેદરકારીથી ચાલનારને કાંટા વાગે તેમાં દોષ અજવાળાનો નથી. અજવાળાએ તો ખાડા, ટેકરા, કાંટા, બધું સ્પષ્ટ બતાવ્યું હતું, પણ અજવાળું ન હોય તો ક્યાંથી કાંટાથી બચીએ? તે બચાવમાં અજવાળાને કારણ ગણવું પડે. પ્રકાશ આપવાનો ઉપકાર સૂર્યનો છે. મોક્ષનો રસ્તો તથા સંસારનો રસ્તો, અને તે તે રસ્તામાં જવાનાં સારાં-નરસાં ફળ એ સ્પષ્ટપણે બતાવવાનો ઉપકાર ઈશ્વરનો છે. ઈશ્વરનાં વચનોરૂપી અજવાળાનો ઉપયોગ ન કરીએ અને પાપમાં રાચીને દુર્ગતિના ભાગીદાર થઈએ એમાં ઈશ્વરનો વાંક શો? જીવ, અજીવ, પુણ્ય, પાપ વગેરે તત્ત્વો શ્રી જિનેશ્વર દેવનાં વચનોરૂપી અજવાળાથી માલુમ પડે છે.
વર્ષ ૮ અંક-૧૯-૨૦
અસલ વસ્તુના જિજ્ઞાસુ કે ખપીએ નકલોથી ગભરાવવું ન જોઈએ : પણ સત્યને શોધવું જોઈએ.
[૩ ઓગસ્ટ ૧૯૪૦,
ગળ્યું કહે તેને બીજો કડવું કહે તેમ નથી. એક દુર્ગંધિ કહે તેને બીજો સુગંધિ કહે તેમ નથી. તે વિષયોમાં મતભેદ નથી, કારણ કે તે પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષમાં મતભેદને સ્થાન નથી. મતભેદ પરોક્ષમાં છે. દુનિયાદારીની સામાન્ય પણ લાભ વગેરે પરોક્ષ ચીજમાં જો મતભેદને સ્થાન છે તો પછી આત્મા તથા કર્મ જેવા બારીક વિષયમાં મતભેદ હોય. તેમાં કિંમતી વસ્તુની નકલો થાય છે. નોટો તથા સિક્કાઓ બનાવટી બનાવવામાં આવે છે. સિક્કામાં મહોર તથા રૂપિયા નકલી બનાવાય છે. પૈસા, પાઈને કોઈ નકલી બનાવશે નહિં. ધૂળને કોઈ નકલી બનાવતું નથી. અર્થાત્ જે વસ્તુની કિંમત નથી તેની પાછળ નકલીપણાનો ભય હોતો નથી અને જ્યારે દુનિયામાંની સામાન્ય વસ્તુની નકલ છે તો પછી મોક્ષ આપનારી ચીજ જે ધર્મ તેની નકલો થાય તેમાં નવાઈ નથી. હીરા, અને મોતી, કલ્ચર તથા ઈમીટેશનના બજારમાં મળે છે માટે તમે શું સાચા નથી લેતા? તપાસ થાય તેટલી કરીને પણ ખરા નંગો ખરીદો છો ને? ત્યાં નકલીથી ભડકતા નથી તો અહીં આત્માના કલ્યાણની ઈચ્છા હોય તો નકલી ધર્મથી નહિ ભડકતાં તપાસ કરીને સાચો ધર્મ ગ્રહણ કરવો તે જરૂર તમારી ફરજ છે. વિનાશી દેહ માટે સતત વ્યવસાય પણ અવિનાશી આત્મા માટે ક્યારેય વિચાર્યું ?
શ્રમણભગવાન દેવાધિદેવ શ્રીમહાવીર ભગવાન્ વખતે ત્રણસેં ત્રેસઠ પાખંડીઓ હતા. ગોશાળા તથા જમાલી જેવા તેમના શિષ્યો પણ ભગવાનની સામે હતા. તે વખતના સાધુ, સાધ્વી,
જગતમાં ઇંદ્રિયના વિષયોમાં મતભેદ નથી. એક ઉનું કહે તેને બીજો ટાઢું કહે તેમ નથી. એક