Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૩૫ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૫-૧૬
[૫ જુન ૧૯૪૦, (અનુસંધાન પાના ૩૩૬નું ચાલુ) આશ્ચર્ય નથી? જેવી રીતે ભગવાનના દીક્ષાદિકના તપોનું અનુકરણ કરવાનું શાસ્ત્રકાર છે. ફરમાવે છે, તેવી જ રીતે ભગવાન્ જિનેશ્વર મહારાજના ચ્યવનાદિક પાંચે કલ્યાણકોમાં દર તપ આચરવું જરૂરી ગણાવવાની સાથે શરીરના સત્કાર વિગેરેને પણ જરૂરી શાસ્ત્રકારો ગણાવે છે. એટલે ભગવાન્ જિનેશ્વર મહારાજાના કલ્યાણક મહોત્સવો જેવી રીતે તપથી આરાધવાના જણાવે છે, તેવી જ રીતે શરીર સત્કાર, અમારી પડતો, વિશિષ્ટ દાન, રથયાત્રા વિગેરે કરીને પણ સર્વકલ્યાણકોના દિવસો આરાધવાની જરૂર શાસ્ત્રકાર
મહારાજા ફરમાવે છે. એક વાત વાચકવર્ગે જરૂર ખ્યાલમાં રાખવાની છે કે ભગવાન્ ર ]], ||JA જિનેશ્વરોનાં ચ્યવનાદિક સર્વકલ્યાણકો સામાન્યથી તપ કરીને આરાધવાનાં હોય છે
અને તેથી જ શાસ્ત્રકાર વેચાપારાધો દિ પ્રયત:ો મવતિ એમ જણાવે
છે અને એમ જણાવી કલ્યાણકને અંગે પર્વતિથિ માનવાપણું છતાં બીજી આરાધનાનું (ગૌણપણું રાખી સામાન્ય અને વિશેષ તરીકે પર્વતિથિઓના ભેદો જણાવે છે, અને દો આ કારણથી જેઓ શાસ્ત્રકારોએ પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિનો કહેલો ક્ષય થી
ઉઠાવી દેવા જે કલ્યાણકતિથિઓને આગળ કરે છે તે તેઓના કુતર્ક સિવાય બીજું કાંઈ કરતા નથી. સામાન્ય રીતે સર્વ કલ્યાણકો તપ અને દાનાદિકારાએ આરાધવાનાં ( હોય છે, પરંતુ ચ્યવન અને જન્મ કલ્યાણકમાં ભગવાનની તપસ્યા ન હોવાથી માત્ર કે સામાન્ય તપ અને ઓચ્છવરૂપ આરાધના હોય છે, પરંતુ દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ એ ત્રણ કલ્યાણકોમાં તપસ્યા અને અનશન હોવાથી તેમનું અનુકરણ કરવાનું તપસ્યાદ્વારાએ બને છે, માટે દીક્ષાદિક કલ્યાણકોની આરાધના તપ વિગેરે દ્વારાએ જણાવી છે. એટલે જેઓ જન્મકલ્યાણક કે યાવત્ મોક્ષકલ્યાણક ઉજવવાને સાચી છે રીતે તૈયાર થયા હોય તેઓને તે તે કલ્યાણકને દિવસે તપસ્યા શરીરસત્કાર, દાન, 9 રથયાત્રા વિગેરે શાસ્ત્રકારોએ જણાવેલાં કાર્યોમાં જરૂર ઉદ્યમ કરવો જોઈએ. કેવળ ) લોકોનો સમુદાય એકઠો કરીને કે શાસ્ત્રવિરૂદ્ધ વાતોને પોષણ કરવા માટે બખાલા કાઢીને કે ફરફરીયાં કે પુસ્તકો બેંચીને જે આરાધના કરાય તે શાસ્ત્રને અનુસરતી
કેમ ગણી શકાય ? એકલા જન્મકલ્યાણકને આગળ કરી દીક્ષા અને કેવલજ્ઞાનના ૧ A કલ્યાણકો ભગવાન મહાવીર મહારાજના મંદરીતે ઉજવાય અગર મુદ્દલ ન ઉજવાય
તે યોગ્ય નથી જ એ વસ્તુ શાસનને અનુસરનારાઓએ વિચારવા જેવી છે.