Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૪૬ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૭-૧૮
નથી તો હાનિની વખતે ઉદયનો સિદ્ધાંત રહેતો તેમ પર્વની વૃદ્ધિની વખતે પણ નથી તો ઉદયનો સિદ્ધાંત રહેતો. શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારાઓ તો બન્ને વખત ઉદયની વ્યવસ્થા કરે છે. માટે ઉદયને નામે લોકોને ભમાવવા એ આ પર્વલોપક ટોળીની પરમધૃષ્ટતા જ છે. તત્ત્વથી જેમ એકવડી પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાની . અપર્વતિથિનો ક્ષય તેરસનું નામ નહિં લેવું પરંતુ ચૌદશ જ કરવી એ આદિ શાસ્રવચન અને પરંપરાથી સિદ્ધ છે અને થાય છે, તેવી રીતે પર્વની અનંતરની પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પણ તેનાથી પહેલાની તિથિએ પર્વતિથિ હોવાથી તેનો ક્ષય ન થાય અને તેથી યાવત્ સંમવ:૦ ના ન્યાયે તેરસનો જ ક્ષય કરવો પડે અને કરાય છે. શ્રીહીરસૂરિજી પણ પૂનમના ક્ષયની વખતે ત્રયોનશીવતુછ્યો: એમ એકલી પૂનમના આરાધનાના પ્રશ્નની વખતે પણ જણાવે છે, એટલે પૂનમના ક્ષયે તેરસનો ક્ષય કરી જે શાસ્ત્રપક્ષ
[૫ જુલાઈ ૧૯૪૦, તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ કરાય છે તે શાસ્ત્ર અને પરંપરાને અનુસરતું હોઈ સત્ય જ છે, એવી જ રીતે પર્વના અનંતરપર્વની વૃદ્ધિ વખતે પણ શ્રીહીરસૂરિજીએ પૂનમ અને અમાવસ્યાની વૃદ્ધિ વખતે જેમ એકને જ ઔદ્ધિની ગણી છે તે તેવી રીતે એકવડી પર્વતિથિની વૃદ્ધિએ પહેલાના અપર્વ એટલે સાતમ આદિની વૃદ્ધિ થાય અને તેવી જ રીતે બે કે બે અમાવાસ્યાની વખતે તેનાથી પૂનમ પહેલાની ચૌદશ બે થવાનો વખત આવે તેથી યાવત્ સંભવ:૦ ન્યાયે બે તેરસો જ કરાય અને તેથી પૂનમ કે અમાવાસ્યાની વૃદ્ધિએ જે બે તેરસો કરાય છે તે શાસ્ત્ર અને પરંપરાને અનુસરીને કરાય છે માટે સત્ય જ છે. બીજા પર્વના ક્ષયની કે વૃદ્ધિની વખતે પર્વના ઉદયની વાત ખોટી રીતે આગળ કરીને પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ માનીને શાસ્ત્રથી તથા પરંપરાથી વિરૂદ્ધ બોલવું કે લખવું તે માર્ગગામીયોને તો યોગ્ય જ નથી. શાસનપક્ષ અને રામટોળીમાં નીચે પ્રમાણે ફરક છે.
૧ પર્વતિથિના ક્ષયે પહેલાની અપર્વતિથિનો ક્ષય કરવાથી ઉદય થાય ત્યારથી પર્વતિથિની માન્યતા હોવાથી પર્વતિથિ ઉદયવાળી થશે.
રામટોળી
૧ પર્વતિથિનો ક્ષય માનવાથી ઉદયવાળી પર્વતિથિ માનવાનું રહેતું નથી.
૨ અપર્વતિથિ તરીકે માનીને પર્વની આરાધના થતી | ૨ અપર્વતિથિને માનવાનું થાય છે અને તે
નથી, પણ પર્વતિથિ માનીને જ પર્વતિથિ આરાધવાનું થાય છે એટલે પર્વતિથિના નામે લીધેલાં પચ્ચખ્ખાણ પર્વતિથિ માનીને આરાધેય
અપર્વતિથિને પર્વતિથિ તરીકે આરાધવી પડે છે, એટલે છે તો પર્વતિથિનાં પચ્ચખ્ખાણ, છતાં આરાધાય છે અપર્વતિથિ.
છે.