Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૦૫ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૫-૧૬
આગમોદ્ધારકની અમોઘદેશના
(ગતાંકથી ચાલુ)
[૫ જુન ૧૯૪૦,
સંસ્કાર કેવો જબ્બર પદાર્થ છે ! ભવાંતરમાં જાતિસ્મરણ માટે ભણેલું જ્ઞાન જેટલું ઉપયોગી નહિં થાય; તેટલાં આ સંસ્કારનાં સાધનો એટલે આકારાદિ, ઉપયોગી થશે. વળી દીવાની સામે દીવેટ ધરી રાખવાથી દીવો સળગે નહિં પણ તન્મય સંયોગમાં આવે તો જ સળગે. દીવેટ દીવારૂપે તન્મય સંયોગમાં જ થાય છે. આ આત્મા પણ ભગવાનના પ્રતિબિંબ સાથે તન્મય થાય નહિં ત્યાં સુધી જ્યોતિમય થઈ શકવાનો નથી. પત્થરની ગાય દુધ નહિં દે’ એમ કહેનારા જૈનશાસનને માનનારા જ નથી. જો આ રીતે ગાયનું દૃષ્ટાંત ભગવાનની મૂર્તિ સાથે લાગુ કરવું હોય તો શું ભગવાનના કેવલજ્ઞાનને દુધ સાથે લાગુ કરશો ? એક જણાએ ગાય દોહી લીધી પછી બીજા માટે દુધ નીકળે નહિં. એ રીતે ભગવાનથી પણ એકનું કેવલજ્ઞાન દ્વારા કલ્યાણ થયા પછી બીજાનું કલ્યાણ નહિં થવાનું એમ માનશોને ? જેમ ગાયમાં નવું દૂધ થાય ત્યારે જ બીજાને દોહવાની થાય તેમ ભગવાનના ઉપદેશથી એકને કેવલજ્ઞાન થયું પછી ભગવાનનું ભગવાનપણું ચાલી જાય ? ભગવાનને ફરી કેવલજ્ઞાન થાય ત્યારે
તેમનાથી બીજાનું કલ્યાણ, થાય કે ? શું આ રીતે માનવા તૈયાર છો? ‘જો’ નહિ એમ કહો તો તેવું દૃષ્ટાંત શી રીતે ઘટાવો છો ? ગાયમાંથી તો તેમાં રહેલું દૂધ લેવાનું છે- પદાર્થ લેવાનો છે, પણ ભગવાનના આત્મામાંથી કાંઈ લેવાનું નથી. પોતાના આત્મામાં જે જ્ઞાનાદિ અસ્તિત્વમાં છે તે જ માત્ર પ્રગટાવવાનું છે. જેમ એક દીવાથી હજારો દીવા કરાય તેમ એક શુદ્ધ આલંબનથી હજારો આત્મા શુદ્ધ થઈ શકે છે. માટે શાસ્ત્રકારોએ જણાવેલ દીપક
દૃષ્ટાંત જ વ્યાજબી છે.
પત્થરની ગાય દુધ દેતી નથી કે પત્થરના ઘોડાથી મુસાફરી થતી નથી કે પત્થરનો વાઘ મારતો નથી એ વાત ખરી છે પણ સાચી ગાયને પણ નમન કે વંદન કરવા માત્રથી શું દુધ મળે છે ? ઘોડો, ઘોડો' એમ બોલવાથી સાચો ઘોડો પાસે ઉભો હોય
તો પણ મુસાફરી થતી નથી. તે જ રીતે અરિહંતને વંદન આદિથી તથા ‘અરિહંત-અરિહંત’ બોલવાથી પણ શું વળશે? જો આકારને અંગે અનુચિતપણું માનો તો પછી ભાવ અને નામને અંગે પણ