Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૩૦ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૫-૧૬
अदूरे तस्थुरथ ते, शोचन्तः स्वमनाथकम्
||૨૪૧॥
પર્વ-૧૦-સર્ગ૧૨ પત્ર ૧૮૨
શ્રાવા:
श्राविकाश्चापि,
भक्तिशोकसमाकुलाः
ઉપરના શ્લોકોથી સ્પષ્ટ થાય છે કે ભરતમહારાજા, ઈંદ્રો, દેવતાઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ એ સર્વ ભગવાનના નિર્વાણથી શોકવાળા થયા છે, પરંતુ કોઈએ ભગવાનના મરણને ઓચ્છવરૂપ માન્યો નથી, એટલે રામ-શ્રીકાન્તોના મુદ્દાપ્રમાણે સમ્યક્ત્વનું પડીકું તે બધાનું છુટી ગયું હશે. પ્રશ્ન-૫૯ સૂત્રો પ્રાકૃતભાષામાં લખાયા તેનું કારણ
બાલ મૂઢ સ્ત્રી વિ.સમજી શકે અર્થાત્ પ્રાકૃતભાષા સહેલી છે માટે તે ભાષામાં ગ્રંથો લખવામાં આવ્યા છે. તો જો તે ભાષા સહેલી હોય તો નવા ગ્રંથો પણ તે જ ભાષામાં લખવા જોઈએ અને તેના ઉપર સંસ્કૃતભાષામાં ટીકાની જરૂર હોય નહીં, પરંતુ સહેલાઈને માટે તો સંસ્કૃતભાષાનો આશ્રય લેવો પડે છે તો પ્રાકૃતને સહેલી શા માટે કહેવામાં આવે છે ?
સમાધાન-તીર્થંકર અને ગણધરની હયાતિમાં એટલે
સૂત્ર રચનાની વખતે માગધી અને અર્ધમાગધી ભાષા મગાદિ દેશને માટે પ્રચલિત હતી. અને બાળ, સ્ત્રી, વગેરેને સ્હેજે સમજી શકાય તેવી હતી, અને તેથી આચારાંગાદિ અંગોની રચના કરી અને તેની
[૫ જુન ૧૯૪૦,
ભાષા માગધી, અર્ધમાગધી રાખી તથા તેની સ્વેલાઈને લીધે નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિઓ પણ તે ભાષામાંજ લખાઈ. પરંતુ જેમ દેશ વિશેષની માતૃભાષા દેશવિશેષવાળાને સમજવા માટે ભાષાન્તરની અપેક્ષા રાખે છે. ગુજરાતી ભાષા ઘણી હેલી છતાં અન્યદેશવાળાને સમજવા માટે ભાષાંતરની જરૂર પડે છે. તેમ કાલવિશેષે તે ભાષાની મૃતપ્રાય અવસ્થા હોવાથી તેને સમજવા ટીકાની જરૂર ગણાય. પ્રશ્ન-૬૦ પૂર્વે સંસ્કૃતભાષામાં હતાં તેવું સાંભળવામાં
આવે છે, તો ઠાણાંગ-વિશેષાવશ્યક વિ. માં પૂર્વગત સૂત્રની સાક્ષીઓ આપવામાં આવે છે અને તે પ્રાકૃતમાં હોય છે તો ખરું શું છે ? સમાધાન-પૂર્વગત નામના દૃષ્ટિવાદના ચોથા ભેદે
રહેલા આગમરૂપ પૂર્વોમાં જ એટલે ચૌદપૂર્વોમાં જ સંસ્કૃત ભાષા હોય એમ કિવદંતીનો અર્થ કરવાથી પૂર્વગતના પ્રાકૃત પાઠો જે નિન્તવવાદ વગેરેમાં આવે છે તે સંબંધમાં સંશય થવાનો સંભવ નથી. પ્રશ્ન-૬૧ પૂર્વકાળમાં સાધ્વીઓને ૧૧ અંગ
જાણવાનો અધિકાર હતો, હાલ અંગમાંથી આચારાંગ સિવાય બીજાનો નિષેધ શા માટે? સમાધાન-કાલવિશેષે સાધ્વીઓને છેદાદિસૂત્રો આપવાનો નિષેધ તો શાસ્ત્રકારોએ સ્પષ્ટપણે જણાવેલ છે. તેવી રીતે સંપ્રદાયથી આચારાંગ શિવાયનો નિષેધ સંભવિત છે.