Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૧૩ : શ્રી સિદ્ધચક્ર]
સાચવીએ, વધારીએ, તેનો નાશ ન થાય માટે કટિબદ્ધ રહીએ, પણ તે બધાનો સંબંધ ક્યાં સુધીનો? પેઢી ઉપર હોય ત્યાં સુધી મુનિમ તમામ કામ કરે, પણ રજા દો પછી કેટલો સંબંધ ? કોટીજનો મુનીમ હોય, અરે ! સૂબો હોય,
વાઈસરોય હોય, પણ અધિકારથી ખસી જાય પછી
સત્તા કેટલી ? અધિકારપદ સ્થિત હોય ત્યાં સુધી ઓર્ડીનન્સો પણ ચલાવે, ધાર્યું કરે, પણ ખસ્યા બાદ તેનું કોઈ સાંભળે નહિ ! અધિકાર વખતે એ ધ્યાન ન રહ્યું કે આ અધિકાર કાયમી નથી, ચાલ્યો જવાનો છે, અને તેથી જગતને ફાયદો ન કર્યો, કનડગત કરી, તો જતી વખત શું થાય ? ચાર સ્વાર્થીઓ ભલે માનપત્ર આપે પણ, સાચી વસ્તુ સ્થિતિ સમજનારાઓ તો ખાસડાં અને ડુંગળી મોકલાવે છે. અમલદાર મોટો હોય તો પણ તેમને આવી ચીજો ટપાલમાં મોકલવામાં આવે છે.
વર્ષ ૮ અંક-૧૫-૧૬
[૫ જુન ૧૯૪૦,
આવેલ છે. પણ પોતાની સ્થિતિ સમજતો નથી કે પોતે કોણ છે, ક્યાંથી આવ્યો છે ? અને કરવાનું શું છે ! કેવલ દુનિયાની ભાંજગડમાં જ સમય વીતાવે જાય છે, ભાડુતી સાધનો માટે જ અમૂલ્ય એવું આયુષ્ય વેડફાય છે, પણ પોતાની સાથે શું વખતે જેણે જે દેશ (મુલક) લીધો તેણે તે દેશ સંબંધી આવવાનું છે તેનો વિચાર કર્યો ? બાલકન લડાઈ દેવું આપવું પડયું અને તે ભારે પડયું. પોતાના દેશને
બચાવવા રાજ્યો લોનો કાઢે છે. આપણને મળેલા દેશના રક્ષણ માટે લોન આત્માથી ઉભી કરવી પડે છે. આહાર, શરીર, ઇંદ્રિયો, વિષયો, તેના સાધનો માટે પ્રયત્નો કરવામાં આવે છે તેનો જોખમદાર કોણ ? કર્મ રાજા પાસેથી આહારાદિ માટે લેવાની પાપરૂપ લોનની જવાબદારી કોની ? આત્માની ! કર્મને ભોગવનારો આત્મા છે. ફલ શરીરને થાય તથા જવાબદારી જીવની છે. જે શરીરને અંગે લોન કાઢીએ છીએ તે કેવલ ચામડીયાનું ઘર છે તેમાં ચામડાં, હાડકાં, માંસ, ચરબી, અને લોહી જ ભર્યું છે, લોન કેવા પ્રદેશ માટે લેવી ? બ્રીટીશ સરકાર પણ સહરાના રણ માટે લોન કાઢતી નથી, નીપજ વિનાના પ્રદેશ માટે લોન કાઢવામાં ચોખ્ખું દેવાળું જ છે, આત્મા રૂપી સરકારની આ કાયા એ ચોખ્ખી મ્યુનિસિપાલીટીની મેલાની ગાડી જ છે. તેનું ઢાંકણું ખોલે ત્યારે શું થાય ? ઓપરેશન વખતે જે દેખીને સગાવહાલાને પણ ચીતરી ચઢે છે, અને ઉભા નથી
આ શરીરના પણ આપણે અધિકારી છીએ. ગમે તો ગવર્નર કહો, વાઈસરોય કહો, જે કહેવું હોય તે કહો ! કલેકટર, ગવર્નર કે વાઈસરોય ખીસાં ભરે તો તેનો અંજામ અંતે શું આવે ? આપણે પણ શરીરાદિનું પોષણ જ કર્યા કરીએ તો ખાસડાં અને ડુંગળી મળવાનો જ વખત આવેને ! અધિકાર વખતે
જે ઉપકાર નથી કરતો તેનો અધિકાર જતાં ‘અ’ ઉડી જતાં ધિક્કાર મળે છે. ગવર્નર કે વાઈસરોય પોતાના વતનનું તો ભલું કરે છે ! જો તેમ પણ ન કરે તો તે કેવા ગણાય ? મૂર્ખ શિરોમણિ કે બીજું કાંઈ ! આ શરીરમાં જીવ અધિકારી તરીકે