Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
વર્ષ ૮ અંક-૧૫-૧૬ [૫ જુન ૧૯૪૦, શરીરમાંથી નીકળતી વખતે બધું અહિંજ પરભવ જતાં એક પણ ચીજની માલીકી છે ?
!
આ જીવને સાચું જ્ઞાન થયું નથી માટે તેની આ સ્થિતિ છે અને એટલા માટે શાસ્ત્રકાર મહારાજા દાનધર્મમાં જ્ઞાનદાનને પ્રથમ સ્થાન આપે છે. ધર્મને ન જાણનારને દેશના આપીને કે પુસ્તકથી શુદ્ધ સમજણ રૂપ, સમ્યગ્દજ્ઞાનનું દાન દેવું તે જ્ઞાન દાન અને ઉત્કૃષ્ટ દાન છે. જગતની અક્કલે (દુનિયાદારીના જ્ઞાનથી કે વિજ્ઞાનથી) જગતના પદાર્થો જણાવાના થાય છે પણ આ શાનદાન તો આત્માને ભવાંતરના પદાર્થો બતાવે છે. પરોક્ષ છતાં પ્રત્યક્ષની જેમ સાક્ષાત્કાર કરાવે છે. જગત તરફ ઝુકાવનારું જ્ઞાન જગત માટે જરૂરી હોય તો પણ આત્મા તરફનું જ્ઞાન ન મળે ત્યાં સુધી આત્માનો ઉદ્ધાર થાય નહિં. આત્માનું હિતાહિત, જીવાદિક તત્ત્વોની ઓળખાણ, વિરતિનો લાભ, અવિરતિનું નુકશાન, તે બધું જ્ઞાનદાનથી જણાય છે, માટે જ્ઞાનદાન પ્રથમ પ્રશંસા પાત્ર છે. આવું જ્ઞાનદાન દેનારો પોતે કેવલજ્ઞાન મેળવી મોક્ષે જાય છે, અને શાશ્વતસુખનો પણ તે અધિકારી બને છે. ધર્મમાં પ્રથમ ભેદ દાનનો છે અને તેમાં પણ જ્ઞાનદાન મુખ્ય છે. શાનદાનનો ઉદ્યમ કરનાર આત્મા આ ભવ-પરભવમાં સુખ મેળવી, કલ્યાણને પામશે, અર્થાત્ મોક્ષસુખમાં વિરાજમાન થશે.
*
૩૧૭ : શ્રી સિદ્ધચક્ર]
છે કે ‘નાક કટ્ટા મગર ઘી તો ચટ્ટા! તેમ પણ અહિં ન થયું. ઈર્ષ્યાએ શું કરાવ્યું ? સ્ત્રીવેદ બંધાવ્યો! અંતર્મુહૂર્તની ઈર્ષ્યાએ ચોર્યાશી લાખ પૂર્વ સુધી વેદાય તેવો સ્ત્રીવેદ બંધાવી આપ્યો. કર્મરાજા કેવો મારવાડી છે તે આ દૃષ્ટાંતથી સમજાય છે ? સાધુપણું નિર્મલ હતું, યોગ્યતા અનુત્તર વિમાનની (સર્વાર્થસિદ્ધગતિ)ની હતી, પણ ઈર્ષ્યાએ બીજા ભવમાં ચોર્યાશી લાખ પૂર્વ સુધીના સ્ત્રીવેદના સાણસામાં જકડી લીધા-સપડાવી દીધા-લખાવી લીધું ! કર્મરાજા છે આવો મારવાડી ! માફી કે એકલા પશ્ચાત્તાપથી પાપ સર્વથા ચાલ્યું જાય તેવો
નિયમ નથી.
આચાર્ય એટલે આચાર્ય નહિ, પણ ચાકરીના ચાકર' આવું આચાર્ય જેવા પરમેષ્ઠિપદે વિરાજમાન માટે ગણે તે સમ્યક્ત્વમાં કેમ ટકી શકે? પાણીનો સ્વભાવ તો ડુબાવવાનો છે, પણ બચાવવાળા માટે તો તારવવાનો ! એક અંતર્મુહૂર્તની ગફલત ચોર્યાસી લાખ પૂરવનો ચૂરો કરી નાંખે છે! ભૂલતાં ભૂલતાં પણ ભૂલ પર લક્ષ્ય જાય તો પણ કંઈક બચાવ છે, પણ ભૂલને ભૂલ જ ન માને તો ? કર્મરાજાની આવી વિષમતા છતાં
આ
ચામડીયાનાં ઘર ઉપર તાગડધિન્ના કરવા માટે આપણે પરભવમાં ફલો ભોગવવાની જવાબદારી વહોરવી તે સહરાના રણ ઉપર લોન જેવું છે. દુનિયાના બાહ્ય પદાર્થો માટે આત્મા જવાબદારીઓ તો ઉઠાવે જ જાય છે, પણ સરવાળે તો શૂન્ય !